Damanganga Times.

Damanganga Times.

October 12, 2026

કપરાડા અને ધરમપુર માટે રૂ. ૧,૩૩૧ કરોડની દમણ-ગંગા લિફટ ઇરિગેશન યોજનાને વહીવટી મંજૂરી

કપરાડા અને ધરમપુર માટે રૂ. ૧,૩૩૧ કરોડની દમણ-ગંગા લિફટ ઇરિગેશન યોજનાને વહીવટી મંજૂરી


(દમણગંગા ટાઈમ્સ)
ધરમપુર, તા. ૧૧ ઃ દક્ષિણ ગુજરાતનાં દુર્ગમ અને પહાડી વિસ્તાર ધરાવતા આદિજાતિ વિસ્તારોમાં હવે હરખની હેલી આવશે. કેમ કે, આ ડુંગરાળ વિસ્તારમાં ખેતી માટેની પાણીની અછત દૂર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૧,૩૩૧.૩૦ કરોડની દમણ-ગંગા લિફટ ઇરિગેશન યોજનાને વહીવટી મંજૂરી આપી છે અને યોજનાના અમલીકરણ માટે ઝડપથી કામ આગળ વધી રહ્નાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇનો લાભ મળે તે માટે અડિખમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
નેવાનાં પાણી મોભે ચઢાવાશે
આ યોજના હેઠળ મધુબન જળાશયમાંથી ઉપલબ્ધ વધારાનું પાણી ઉપાડી પડકારજનક અને પહાડી વિસ્તાર સુંધી પમ્પિંગ કરીને વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાનાં ૧૭,૦૦૦ હેક્ટર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે.
કપરાડા અને ધરમપુરના ઊંચાણવાળા વિસ્તારો લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરે છે. દક્ષિણ ગુજરાતનાં નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગુરુત્વાકર્ષણ આધારિત કેનાલ સિસ્ટમનો લાભ મળે છે, જ્યારે પૂર્વના આદિજાતિ વિસ્તારો મધુબન ડેમની કેનાલ વિતરણ વ્યવસ્થાની સરખામણીઍ નોંધપાત્ર ઊંચાઈ પર આવેલા છે. પરિણામે, આ વિસ્તારનાં ખેડૂતો પરંપરાગત રીતે ઘટતા ભૂગર્ભજળ પર નિર્ભર રહ્ના છે.
ઉંચાઇ સુંધી પાણી લઇ જવા ખાસ અભ્યાસ હાથ ધરાયો
આ ભૌગોલિક અસમાનતાને દૂર કરવા માટે રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા વ્યાપક શક્યતા અને ઍન્જિનિયરિંગ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સલાહકારોઍ વિવિધ રૂટ વિકલ્પોનું મૂલ્યાંકન કર્યા બાદ વિકલ્પ-૩ (ખ્શ્રદ્દફૂર્શ્વીઁદ્દજ્ઞ્રુફૂ-૩)ને શ્રેષ્ઠ રૂટ તરીકે પસંદ કર્યો હતો.
અંતિમ પાઇપલાઇન નેટવર્કમાં આશરે ૫૩ કિલોમીટર લાંબી મુખ્ય ટ્રંક લાઇન ઉપરાંત ૧૮૮ કિલોમીટરથી વધુની શાખા અને ફીડર લાઇનોનો સમાવેશ થશે. આ રૂટમાં ઊંચાઈમાં નોંધપાત્ર તફાવતને પાર કરવાનો રહેશે, જેમાં સમુદ્ર સપાટીથી ૬૫ મીટરથી ૩૮૨ મીટર સુધીની ઊંચાઈનો સમાવેશ થાય છે.
ઍન્જિનિયરિંગ યોજના તબક્કાવાર પમ્પિંગ સિસ્ટમ પર આધારિત છે, જે દબાણનું કાર્યક્ષમ વિતરણ સુનિડ્ઢિત કરશે અને સિસ્ટમ પર વધુ પડતું ભારણ આવતું અટકાવશે. મુખ્ય પમ્પિંગ સ્ટેશન-૧ (ભ્લ્-૧) મધુબન ડેમ નજીક ફતેહપુરા ગામ પાસેની સરકારી જમીન પર બનાવવામાં આવશે. અહીંથી પાણીને બે મધ્યવર્તી પમ્પિંગ સ્ટેશનો—બુરવાડ ખાતે ભ્લ્-૨ અને કિસ્તોનિયા નજીક ભ્લ્-૩—દ્વારા ઉપાડવામાં આવશે. આ સમગ્ર પમ્પિંગ સિસ્ટમની સંયુક્ત ક્ષમતા ૫૬,૪૦૦ કિલોવોટ (૭૫,૬૦૦ હોર્સપાવર) રહેશે. કપરાડા ગામ નજીક ઊંચાઈવાળા વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવનાર બ્રેક પ્રેશર ટેન્ક્સ (ગ્ભ્વ્સ્ન્) વધારાના સ્ટેટિક હેડને ઘટાડશે અને ત્યારબાદ પાણીને શાખા નેટવર્ક મારફતે ગુરુત્વાકર્ષણના આધારે ધરમપુર તરફ વહેવા સક્ષમ બનાવશે. આ યોજના કુલ ૫૦૦ ક્યુસેક પાણીની ક્ષમતા સાથે કાર્ય કરશે. વાર્ષિક ૧૦૦ દિવસના સંચાલન સમયગાળા દરમિયાન બે નિયુક્ત ઝોનમાં ૧૫ દિવસના રોટેશનલ સપ્લાય ચક્ર મુજબ પાણીનું વિતરણ કરવામાં આવશે.
કુલ ૪૬ ગામોને પાણીનો લાભ મળશે
ઝોન-૧માં કપરાડા તાલુકાનાં ૨૮ ગામોનો સમાવેશ થશે અને તેની મહત્તમ પાણીની જરૂરિયાત ૩૨૦ ક્યુસેક રહેશે. જ્યારે ઝોન-૨ હેઠળ ધરમપુર અને કપરાડા તાલુકાનાં ૧૭ ગામોને ૧૮૦ ક્યુસેક પાણી ફાળવવામાં આવશે. આમ કુલ ૪૬ ગામોને આ યોજનાનો સીધો લાભ મળશે. માત્ર ખેતર સ્તરે સીધું પાણી વિતરણ કરવાને બદલે, લિફટ કરાયેલું પાણી ૨૬ ગામ તળાવો અને ૮૧ ચેકડેમોમાં છોડવામાં આવશે. આ જળસ્રોતોના ઍકીકરણથી ભૂગર્ભજળના રિચાર્જમાં વધારો, પાકના મહત્વપૂર્ણ વૃદ્ધિ તબક્કા દરમિયાન પાણી જાળવી રાખવાની ક્ષમતામાં સુધારો તેમજ પર્યાવરણીય નદી પ્રવાહ જાળવવામાં મદદ મળશે. આ ઉપરાંત, બારુમાલ ગામના ટેલ-ઍન્ડ ખાતે માન નદીમાં પાણી છોડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. હાઇડ્રોલોજિકલ વિશ્લેષણ મુજબ, મધુબન જળાશયમાં પૂરતો જીવંત જળસંગ્રહ ઉપલબ્ધ છે અને તાજેતરના વર્ષોમાં જળાશયની ક્ષમતા સતત લગભગ ૧૦૦ ટકા રહી છે. આથી, ઘરેલુ અથવા પ્રાદેશિક પાણી ફાળવણીને અસર કર્યા વિના દર વર્ષે જરૂરી ૧૨૨.૩૩ મિલિયન ક્યુબિક મીટર (પ્ઘ્પ્) પાણી યોજનામાંથી મેળવી શકાશે તેવી અપેક્ષા છે.
આ યોજનામાં આધુનિક ઓટોમેશન અને મોનિટરિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવશે. તેમાં રિયલ-ટાઇમ પાણીના પ્રવાહનું મોનિટરિંગ અને દબાણનું સંચાલન કરવા માટે કેન્દ્રીય સુપરવાઇઝરી કંટ્રોલ ઍન્ડ ડેટા ઍક્વિઝિશન (લ્ઘ્ખ્ઝ઼ખ્) સિસ્ટમનો સમાવેશ થાય છે.