ઉમરગામથી લઈ વાપી પંથકના આયોજકોની બેઠક યોજાઈ
- byDamanganga Times
- 10 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૯ ઃ તા.૦૮/૧૦/૨૦૨૬ ના રોજ આગામી નવરાત્રી, દુર્ગાષ્ટમી અને દશેરા તહેવારો અનુસંધાને વાપી ડિવિઝન પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
નાયબ પોલીસ અધિક્ષક બી.ઍન. દવેની અધ્યક્ષતામાં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાપી ડિવિઝન હદ વિસ્તારના ગરબા, દુર્ગાપૂજા અને દશેરા આયોજકોની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી.
મીટિંગમાં તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકોને વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી. દરેક ગરબા સ્થળે ફરજિયાત સીસીટીવી કેમેરા, પ્રોફેશનલ સિક્યુરિટી, ટ્રાફિક અને ર્પાકિંગની વ્યવસ્થા, ઍમ્બ્યુલન્સ સુવિધા અને ફાયર સેફટીના સાધનો રાખવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં વાપી ટાઉન, વાપી ઞ્ત્ઝ઼ઘ્, ડુંગરા, ભિલાડ, સરીગામ અને ઉમરગામ વિસ્તારના મોટી સંખ્યામાં આયોજકો હાજર રહ્ના હતા.
