દમણના સરલ પ્રજાપતિની ગુજરાત રણજીમાં પસંદગી
- byDamanganga Times
- 10 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૯ ઃ ગ્ઘ્ઘ્ત્ દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ચાર દિવસીય રણજી ટ્રોફી ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ શરૂ થવાની છે, અને દમણના ડાબા હાથના સ્પિન બોલર સરલ પ્રજાપતિ ગુજરાત ટીમ માટે પોતાની તાકાતનું પ્રદર્શન કરતા જોવા મળશે. ગુજરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓડિશા સામે પોતાની પહેલી મેચ રમશે. સરલના કોચ ભાગુ પટેલે સરલની પસંદગી પર ખુશી વ્યક્ત કરતા કહ્નાં કે સરલ ખૂબ જ પ્રતિભાશાળી ક્રિકેટર છે જેણે ગુજરાત માટે અંડર-૧૪, ૧૬, ૧૯, ૨૩ અને ૨૫ સહિત તમામ વય જૂથોમાં રમતી વખતે બેટ અને બોલ બંનેથી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. ક્રિકેટ કોચ ભાગુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે તેમણે સરલને ક્રિકેટના તમામ યુક્તિઓ ખૂબ જ કાળજીપૂર્વક શીખવી છે, અને તેમણે ઘણી મહેનત કરી છે, જેના પરિણામે ગુજરાત રણજી ટ્રોફી માટે સરલની પસંદગી થઈ, જે દમણ જેવા નાના રાજ્ય માટે ઍક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ક્રિકેટ કોચ ભાગુ પટેલે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, મને સરલ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તે ગુજરાત ક્રિકેટ ઍસોસિઍશન દ્વારા તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ પર ખરા ઉતરશે અને ગુજરાત ટીમને વિજય તરફ દોરી જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સરલની પસંદગીથી સરલના પરિવાર, તેમના ચાહકો અને દમણના તમામ ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છે.
