વલસાડ વિસ્તારના અનેક રેલ્વે પ્રશ્ને સાંસદની રજુઆત
- byDamanganga Times
- 10 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ વલસાડ સંસદીય મતવિસ્તારના સાંસદ તેમજ લોકસભા વ્હીપ શ્રી ધવલભાઈ પટેલે વિસ્તારના રેલ મુસાફરો, દૈનિક અપડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ઔદ્યોગિક ઍકમોની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશથી પડ્ઢિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ (ચર્ચગેટ) સમક્ષ મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે વિસ્તૃત અને સચોટ રજૂઆત કરી તાકીદે હકારાત્મક નિર્ણય લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો આ મુદ્દાઅોમાં વલસાડથી પનવેલ સુધીની નવી ટ્રેન, દહાણુ–મુંબઈ લોકલને વાપી સુધી લંબાવવી સહિત વલસાડથી ભુજ, ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન તરફ જતી નવી ટ્રેનો શરૂ કરવી, વલસાડ–પાલીતાણા વિશેષ ટ્રેન તથા વલસાડમાં ૩ રેલ્વે ઓવરબ્રિજ છીપવાડ, મોગરાવાડી અને ગુંદલાવ ખાતે અગ્રતાના ધોરણે મંજૂર કરવા, ડુંગરી અને ઉદવાડામાં અંડરપાસ,
દહેલી ફાટક (ગેટ નં. ૭૨)ૅં ભીલાડ નજીક દાહેલી અંડરપાસમાં ડ્રેનેજ વ્યવસ્થા સહિત વિવિધ સ્ટેશનો પર મુસાફરોની સુવિધા, મહિલા સુરક્ષા માટે ખાસ કોચ, ઉમરગામ- ભીલાડ સ્ટેશને પ્લેટફોર્મ પર લિફટ, પ્લેટફોર્મ નં. ૧ની લંબાવવી તથા પ્લેટફોર્મ નં. ૨ પર ઉત્તરનો શેડ લંબાવી ફૂટ અંડરપાસ બનાવવો, વલસાડને ‘અમૃત સ્ટેશન’ તરીકે વિકસાવવું, ઐતિહાસિક બીલીમોરા–વઘઈ નેરોગેજ ટ્રેનને હેરિટેજ ટ્રેન તરીકે દરજ્જો અને આહવાનું રેલવે રિઝર્વેશન કાઉન્ટર પુનઃ શરૂ કરવા જેવી રજુઆતો ઉપરાંત તથા વિવિધ ટ્રેનોને જેમ કે વલસાડ બાંદ્રા–મહુવા ઍક્સપ્રેસ, ઉમરગામૅં સૌરાષ્ટ્ર જનતા ઍક્સપ્રેસ, અને અવધ ઍક્સપ્રેસ, સંજાણ ગુજરાત ઍક્સપ્રેસ અને દહાણુ રોડ–વડોદરા ઇન્ટરસિટી, ભીલાડૅં સુરત–બાંદ્રા ઇન્ટરસિટી અને રાણકપુર ઍક્સપ્રેસને જરુર મુજબ સ્ટોપેજ તથા વલસાડ સ્ટેશને શતાબ્દી અને મુંબઈ-અમદાવાદ વંદે ભારત ઍક્સપ્રેસના સ્ટોપેજની ભલામણ જેવા પ્રશ્નો અને જરુરીયાતો રજુ કરી હતી. તેમણે પડ્ઢિમ રેલ્વે વલસાડ વિસ્તારની રેલ્વે સંબંધી આ જરુરીયાતો પર સત્વરે ધ્યાન આપશે અને હકારાત્મક નિર્ણય કરશે ઍવી આશા વ્યકત કરી હતી.
