ડાંગની શાળાઓમાં પ્રાર્થના વેળા છાત્રોને સરળ યૌગિક ક્રિયાઓ કરાવાશે
- byDamanganga Times
- 10 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
આહવા, તા. ૦૯ ઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં યોગને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોગમય ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને નિયમિત યોગાભ્યાસ સાથે જોડવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગત ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ પ્રવૃત્તિઓને ડાંગ જિલ્લામાં જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત તથા ખાનગી શાળાઓને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત શાળાઓમાં દૈનિક -ાર્થના અથવા ર્મોનિંગ ઍસેમ્બલી દરમિયાન વિદ્યાર્થીઓ સરળ યોગાસન, પ્રાણાયામ અને યૌગિક ક્રિયાઓ કરી શકે તે માટે વિશેષ આયોજન કરાશે. જે શાળાઓમાં યોગ ટ્રેનર ઉપલબ્ધ ન હોય, ત્યાં નજીકના યોગ ટ્રેનર કે સંસ્થા સાથે સંકલન કરીને નિયમિત યોગ સત્રો યોજાશે. નિયમિત યોગથી વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, માનસિક ઍકાગ્રતા અને શિસ્તના ગુણો વિકસે છે. આ અભિયાન હેઠળ માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષકો અને વાલીઓને પણ જોડીને ઁશાળાથી ઘર સુધી યોગનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવી રહ્ના છે, જેથી નાની ઉંમરથી જ બાળકોમાં ઁયોગ ઍ જીવનશૈલી છે તેવી ભાવના દ્રઢ થઈ શકે.
