Damanganga Times.

Damanganga Times.

October 10, 2026

નવસારી પોલીસના પો.ઈન્સ. ઍમ.બી. ગાવિત-ટીમને બીજીવાર પ્રશંસા પત્ર મળ્યું

નવસારી પોલીસના પો.ઈન્સ. ઍમ.બી. ગાવિત-ટીમને બીજીવાર પ્રશંસા પત્ર મળ્યું


નવસારી, તા. ૦૯ ઃ ગુજરાતના પોલીસ મહાનિદેશક પ્રમુખ્ય પોલીસ અધિકારી,  ગુજરાત રાજ્ય- ગાંધીનગર તરફથી રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ ઇન્સ્પેક્ટર-તેમની ટીમને ખાસ પ્રશંસા પત્ર આપવામાં આવે છે.
જુલાઈ-૨૬ના ઈ-કોપ તરીકે મહેશ બી ગામીત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમના હેડ કોન્સ્ટેબલ લાલુ સિંહ, મનોજ સમાધાન અને  કુલદીપ સિંહ બંને-પોલીસ કોન્સ્ટેબલ- ઍલસીબી - નવસારીની ટીમને જુલાઈ માસના ઇ-કોપ તરીકેનુ  પ્રશંસાપત્ર પોલીસ મહાનિદેશક જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ના હસ્તે સુ-ત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઍમ બી ગામીત પોસ.ઈન્સ.ની પ્રશંસનીય કામગીરી - ઇ ગુજકોપની આરોપી સર્ચ તથા ત્ઘ્થ્લ્ પોર્ટલની પોલીસ સર્ચ ઍપ્લીકેશનનો અને સી.સી.ટી.વી. કેમેરા, ઉપયોગ કરી આંગડીયા ચોરી, ઘરફોડ ચોરીના ગુનાના ૦૭ આરોપીની ધરપકડ કરી ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યના ૧૦ વણશોધાયેલ ગુના શોધી રૂ.૩૫,૧૨,૪૬૯/- નો મુદ્દામાલ જ કરવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તથા આધુનિક તકનીકના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ આ પ્રશંસાપત્ર ઍનાયત કરવામાં આવે છે. હુકમ ક્રમાંક લ્ગ્-૪૪/લ્ઘ્ય્ગ્/ફૂ-ઘ્ંષ્ટ/ઘ્ઘ્/૫-૧ તારીખ ૅં૦૭/૧૦/૨૦૨૬ ગાંધીનગર સહી/- (જ્ઞાનેન્દ્ર સિંહ મલિક) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર મહેશ ગામીત - પો. સબ ઇન્સ્પેક્ટરને જાન્યુઆરી - ૨૬માં પણ આ પ્રશંસાપત્ર ૧/૨૬ માસ માટે આપી સન્માનિત કરાયા હતા, આમ ગામીતને બે વખત પ્રશંસાપત્ર મળ્યા હતાં.