વાંસદામાં ટી.બી. મુકત ભારત લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 10 October, 2026
વાંસદા, તા. ૦૯ ઃ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટી.બી. મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલી થ્બ્લ્ણ્ (થ્ંજ્ઞ્ઁદ્દ લ્ર્ષ્ઠ્યીફુ જ્ંશ્વ ર્ણ્ફૂશ્રદ્દત્ર્) ટી.બી. મુક્ત ભારત ટીમોના રાષ્ટ્રીય સ્તરના લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત વાંસદા તાલુકાનો કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસ, વાંસદા ખાતે યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોઍ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે ગ્રામ્ય સ્તરે ટી.બી. અંગે જનજાગૃતિ, વહેલી તપાસ, સમયસર સારવાર તથા ટી.બી.ના દર્દીઓને જરૂરી સહાય મળી રહે તે માટે થ્બ્લ્ણ્ ટીમની રચના અને કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વાંસદા તાલુકામાં ટી.બી. મુક્ત ભારત અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૫૬ ગ્રામ પંચાયતો ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ સંબંધિત ગ્રામ પંચાયતોના સરપંચઓને પ્રમાણપત્ર ઍનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ માધુભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રમોદ પટેલ, જિલ્લા મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના મંત્રી પ્રદ્યુમનસિંહ સોલંકી, હિનેશભાઈ ભાવસાર સહિત ટી.બી. મુક્ત જાહેર થયેલી ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ તથા નિક્ષયમિત્રો ઉપસ્થિત રહ્ના હતાં.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રમોદ પટેલે થ્બ્લ્ણ્ ટીમની રચના, તેના હેતુ, જવાબદારીઓ અને કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ટી.બી.ના વહેલા નિદાન, નિયમિત સારવાર તથા જનજાગૃતિ માટે સમાજના સહયોગના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રમોદ પટેલ દ્વારા ટી.બી. મુક્ત જાહેર થયેલી ગ્રામ પંચાયતોના સરપંચઓ તથા નિક્ષયમિત્રોને પ્રમાણપત્ર ઍનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટી.બી. મુક્ત વાંસદા તાલુકાના સંકલ્પને સાકાર કરવા માટે આરોગ્ય વિભાગ, ગ્રામ પંચાયતો, નિક્ષયમિત્રો અને સમાજના સહિયારા પ્રયાસોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.
