વાપીની ઉપાસના સ્કુલ રગ્બી સ્પર્ધામાં નેશનલ કક્ષાઍ ઝળકી
- byDamanganga Times
- 10 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ ઉપાસના સ્કુલ રગ્બીમાં નેશનલ કક્ષાઍ રમત-ગમત ગાંધીનગરનાં ઉપક્રમે રાજ્યકક્ષાની શ્/૧૯ ભાઈઓની રગ્બી સ્પર્ધા ગાંધીનગર ખાતે તા.૩૦/૦૯/૨૦૨૬ અને ૦૧/૧૦/૨૦૨૬ ના રોજ યોજાઈ હતી.
ગુજરાત રાજ્યમાંથી વિવિધ જિલ્લાઓઍ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વલસાડ જિલ્લામાંથી વાપીની ઉપાસના લાયન્સ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલે જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જે સ્પર્ધામાં શાળાના ૧) અંશુ તિવારી અને ૨) ક્રિશ્ના સિંઘે બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું અને સમગ્ર વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ઉપરાંત ક્રિશ્ના સિંઘની પસંદગી નેશનલ કક્ષાઍ થયેલ છે. જે હવે નેશનલ કક્ષાની સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
વિજેતા બનેલ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળાના શારીરિક શિક્ષકે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પસંદગી પામનાર વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી, શાળાના આચાર્ય, ઉપાચાર્ય, શિક્ષકગણ, પ્રશાસક, બિન શૈક્ષણિકગણે અભિનંદનના વરસાદથી ભીંજવી નાંખ્યા હતા અને માર્ગદર્શક શિક્ષકોની મહેનતને બિરદાવી હતી.
