Damanganga Times.

Damanganga Times.

October 10, 2026

પારનેરા ડુંગર પરના મંદિરોમાં નવરાત્રી નિમિત્તે સમયમાં ફેરફાર

પારનેરા ડુંગર પરના મંદિરોમાં નવરાત્રી નિમિત્તે સમયમાં ફેરફાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ વલસાડના ઐતિહાસિક પારનેરા ગામે આવેલા   પારનેરાડુંગર ઉપર માતાજી મંદિરે આવનાર દરેક દર્શનાથી ઓને આવનાર આસૌ નવરાત્રી નિમિત્તે માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી નવલી નવરાત્રી નિમિત્તે તમામ  દર્શનાર્થીઓ ને જણાવવાનું કે તારીખ ૧૧/૧૦/૨૦૨૬ થી ૨૦/૧૦/૨૦૨૬સુધી શરૂ થતાઆસૌ નવરાત્રી દરમ્યાન  મંદિર ખુલવાનો સમય સવારે ૫ કલાકે. સવારની આરતી સવારે ૬ઃ૨૫ કલાકે. તેમજ સવારે. ૮ કલાકે. સાંજ ની આરતીનો સમય ૬ઃ૨૦ કલાકે, મંદિર બંધ થવાનો સમય રાત્રે ૯ કલાકે કલાકનો રહેશે. આ ઉપરાંત  નવરાત્રી દરમ્યાન તારીખૅં ૧૮/૧૦/૨૦૨૬ રવિવાર સાતમના દિને રાત્રિ દરમ્યાન મંદિર ખુલ્લુ રહેશે.આઠમ નો મેળો તારીખૅં ૧૯/૧૦/૨૦૨૬ ને સોમવારે જાહેર કરવા માં આવે છે.આ સમય ફક્ત નવરાત્રી પુરતો જ રહેશે.