Damanganga Times.

Damanganga Times.

October 10, 2026

દાનહમાં જાહેર સ્થળોઍ ૭ દિવસમાં સીસીટીવી મુકવા તાકીદ

દાનહમાં જાહેર સ્થળોઍ ૭ દિવસમાં સીસીટીવી મુકવા તાકીદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૦૯ ઃ દાદરા અને નગર હવેલી પ્રશાસને ગુરુવારે જિલ્લામાં આવેલા બાર, રેસ્ટોરન્ટ, હોટલ અને પેટ્રોલ પંપો માટે મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળે કાર્યરત ઘ્ઘ્વ્સ્ કેમેરા લગાવવાનું ફરજિયાત કર્યું છે. સંબંધિત માલિકો, સંચાલકો, લાઇસન્સધારકો અને જવાબદાર વ્યક્તિઓને આદેશની તારીખથી સાત દિવસમાં ઘ્ઘ્વ્સ્ વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. લ્ઝ઼પ્ અમિત કુમારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ગ્ફલ્લ્), ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ આ આદેશ જાહેર કર્યો છે. ઘ્ઘ્વ્સ્ કેમેરા ૨૪ કલાક કાર્યરત રાખવા તેમજ પ્રવેશ અને બહાર નીકળતા લોકો અને વાહનોની ઓળખ થઈ શકે તેવી રીતે કેમેરા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. પ્રશાસનના અધિકૃત અધિકારીઓ સ્થળનું નિરીક્ષણ કરી ઘ્ઘ્વ્સ્ વ્યવસ્થાની ચકાસણી કરી શકશે. નિર્ધારિત સમયમર્યાદામાં આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે છે. આ આદેશ બાદ દારૂની હેરાફેરી અને તેની દેખરેખ અંગે પણ સવાલો ઊભા થયા છે. પડોશી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઝ઼ફણ્માં વેચાણ માટે અધિકૃત દારૂની મોટી ખેપો ઝડપાવાના કિસ્સાઓ સામે આવતા પ્રશ્ન ઍ છે કે લાઇસન્સ ધરાવતા સ્થળો પર દેખરેખ વધારવામાં આવી રહી છે તો ઝ઼ફણ્નો દારૂ અન્ય રાજ્યો સુધી કેવી રીતે પહોંચી રહ્ના છે? ઘ્ઘ્વ્સ્થી સ્થળે આવતા-જતા લોકો અને વાહનોની ઓળખમાં મદદ મળશે, પરંતુ દારૂનો સ્ટોક, પરમિટ, પરિવહન અને અંતિમ ગંતવ્ય અંગે પણ અસરકારક દેખરેખ જરૂરી બનશે. નવા ઘ્ઘ્વ્સ્ આદેશથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત થવાની સાથે દારૂની ગેરકાયદે હેરાફેરી પર નિયંત્રણ અંગે પણ પ્રશાસન સામે સવાલો ઊભા થયા છે.