Damanganga Times.

Damanganga Times.

October 10, 2026

કપરાડા શિક્ષણ સંઘની બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુકિતની માંગ

કપરાડા શિક્ષણ સંઘની બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુકિતની માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૯ ઃ કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી શિક્ષકોને શિક્ષણ સિવાયની બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. સંઘે જણાવ્યું કે ઓનલાઈન કામગીરી, વિવિધ તાલીમ અને મિટિંગના વધતા ભારણને કારણે શિક્ષણ કાર્ય પર અસર થઈ રહી છે. નેટવર્કની સુવિધા ન ધરાવતી શાળાઓમાં ઓનલાઈન હાજરી અને પ્ઝ઼પ્ ઍન્ટ્રી જેવી કામગીરી ન કરાવવા તેમજ ધો. ૧થી ૫ની શાળાઓમાં કમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર અને ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ જ ઓનલાઈન કામગીરી સોંપવા રજૂઆત કરાઈ છે. ૫૦ કલાકની ઓનલાઈન તાલીમમાંથી મુક્તિ અને લ્ફખ્ સ્પર્શની બિલ પ્રક્રિયા સરળ બનાવવાની પણ માંગ કરાઈ. આ ઉપરાંત નીલોસી પ્રાથમિક શાળાના આચાર્ય સ્વ. શંકરભાઈ લાછિયાભાઈ જાદવના આપઘાતનો ઉલ્લેખ કરી તેમના પરિવારને સરકારી સહાય આપવાની માંગ કરવામાં આવી હતી. દિવસી ગામના લોકો સ્વ. શંકરભાઈની પત્ની અને ત્રણ બાળકો સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.