પારડીમાં ચારધામની યાત્રા કરનાર જોષી પરિવારનું સ્વાગત કરાયું
- byDamanganga Times
- 10 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૯ ઃ પારડી ખાતે ચારધામની યાત્રા કરનાર જોષી પરિવારનું સ્વાગત કરાયું,૬૦૦ ભૂદેવનું બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શિહોર સંપ્રદાય બ્રહ્મ સમાજ મહુવાથી મુંબઈમાં વસતા ભૂદેવો ગુરુવારે સવારે ૧૧ૅં૩૦ કલાકે કિલ્લા પારડી ખાતે પહોંચ્યા હતાં.પારડીના બી.ઍન. જોશી અને ઉષાબેન જોશી ચારધામ યાત્રા જઈને આવ્યા તે નિમિત્તે બ્રહ્મ સમાજ અને ઇષ્ટ મિત્રો સ્નેહીઓ માટે ઍકલિંગી મહાદેવ મંદિર તળાવની પાળ પર કિલ્લા પારડી હોલમાં ભોજન સમારંભનું આયોજન કરાયું હતું વલસાડ જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાન અને મોટાપોંઢા કોલેજના નિવૃત આચાર્યા બી.ઍન.જોષી અને નિવૃત્ત શિક્ષિકા ઉષાબાની ચારધામ યાત્રા કરી હતી. બી.ઍન.જોશી જોષી દ્વારા ગુરુવારે વલસાડ જિલ્લાની બ્રહ્મ સમાજ સહિત ૬૦૦ લોકોના મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વવિખ્યાત કથાકાર ધરમપુર શરદભાઈ વ્યાસ અને ખેરગામના ભાગવત પ્રફુલભાઇ શુક્લની ઉપસ્થિતિમાં પારડી ઍકલિંગી મહાદેવ મંદિરે સન્માન સમરોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દૂર દૂરથી આવેલા ભૂદેવો અને મિત્ર વર્તુળ દ્વારા બી.ઍન. જોશીને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે મુંબઈથી ઘનુભાઈ જાની, ત્રંબકભાઈ જાની, ધરમપુરના ભાગવત કથાકાર બટુકભાઈ વ્યાસ, અંનતરાય જાની, ઉમાશંકર દવે, લસાડ જિલ્લા બ્રહમસમાજના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જાની, વટુકભાઇ જાનીનિવૃતતલાટી,ઉમાશંકરભાઇ દવે, પ્રકાશ દવે સહિત સમગ્ર બ્રહ્મ સમાજ ઉપસ્થિત રહીને શુભકામના પાઠવી હતી.
પારડી સ્વાધ્યાય મંડળના નિયામક અને ભાગવત કથાકાર ભાવેશભાઈ જોશી, જયેશભાઈ જોશી સહિતની ટીમ દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કરાયું હતું સુરતથી માનવસેવા સંઘ છાયડોના પ્રમુખ ભરતભાઈ શાહ તથા ઉપપ્રમુખ રામજીભાઈ ચાંદલ અને હરેશભાઈ પટેલ ઉમેશભાઈ પટેલ અબ્રામા શિક્ષણ કાર્ય કરનાર દેવ સ્વામી તેમજ અન્ય મહાનુભાવો ખાસ હાજર રહ્ના હતાં. મંગળભાઈ પુરોહિત અને રાજસ્થાની મિત્ર મંડળ દ્વારા સન્માન અને હાજરી આપી હતી. પારડી સ્વાધ્યાય મંડળના અધ્યાપકો અને ઋષિકુમારોઍ હાજરી આપી હતી.
