Damanganga Times.

Damanganga Times.

October 10, 2026

વલસાડ બુધસભા દ્વારા મીનલ દવેનો વાર્તાલાપ યોજાયો

વલસાડ બુધસભા દ્વારા મીનલ દવેનો વાર્તાલાપ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ બુધસભા પરિવાર દ્વારા છેલ્લા બાર વરસથી અનેક વિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જેમાં મહદ અંશે સાહિત્યિક પ્રવૃતિઓને આવરીને લબ્ધ પ્રતિષ્ઠિત લેખકો કવિઓ-સંગીત-બંગાળી કાર્યક્રમોની શ્રુંખલા-જ્ઞાન-ગમ્મત-લોક સાહિત્ય  અને  શેરી ગરબા જેવી ભાતીગળ સંસ્કૃતિનું પણ સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત સર્જક સાથે સંવાદના કાર્યક્રમોની શ્રેણી પણ યોજવામાં આવે છે. સાતમી ઓક્ટોબર ઍટલે તિથી પ્રમાણે મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ જેને રેંટીયા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઍ પ્રમાણે તા. ૭-૧૦-૨૬ નાં રોજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
 આ પ્રસંગને ઉજાગર કરવા માટે બુધસભાના સર્વેસર્વા ડો.રાધિકા ટીક્કુ અને બુધસભા પરિવાર દ્વારા,  ભરૂચના જાજરમાન, અભ્યાસુ, વિદ્વાન વક્તા, અનુવાદક, વિવેચક અને વિદુષી સન્નારી મીનલ દવેનો વાર્તાલાપ રાષ્ટ્રીય અંધજન શાળા નનકવાડા (વલસાડ) નાં સુંદર સજાવટવાળા  રંગમંચ ઉપર યોજવામાં આવ્યો હતો. જેનો વિષય હતો, ‘મને ગાંધીજી ગમે છે, કારણ કે મને માણસ ગમે છે’ આ વિષયના માધ્યમ દ્વારા મીનલબેન દવેઍ  ગાંધીજીના જીવનની લાક્ષણિકતા, તેમની જીવન દ્રષ્ટિ, અભય અને દીર્ઘ દ્રષ્ટિ અને બાપુના જીવન અને આદર્શો, સંઘર્ષો ઉપર રસપ્રદ વાતો કરીને કાર્યક્રમ રસપ્રદ બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શરૂઆત રાષ્ટ્રીય અંધજનનાં અંધ વિદ્યાર્થીઓ દ્વારા, મહાત્મા ગાંધીજીનું પ્રિય ગીત ‘વૈશ્ણવ જન તો તેને રે કહીઍ’ ની સામુહિક પ્રાર્થના અને સ્વાગત ગીત થી કરવામાં આવ્યું હતું. ગાંધીયુગનું રસદર્શન થાય ઍ માટે રંગમંચનું સુશોભન પણ ગાંધી ઢબે કરીને આકર્ષક બનાવ્યું હતું. જેમાં અંબર ચરખો અને રેંટીયાની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
સરસ મઝાનાં રંગમંચની સજાવટ સાથે પ્રેમ શાંતિ અને સોહાર્દના માહોલમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. મીનલબેનની અસ્ખલિત વાણી પ્રવાહમાં સૌ શ્રોતાઓ ભીંજાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રોતાઓઍ હાજરી આપી હતી.
જેમાં ગાંધી તત્વને ઝીલનાર આદરણીય નટુભાઈ નાયક (નેતાજી) અપર્ણા કડીકર, વિરેન્દ્રભાઈ ચાર્ટડ ઍકાઉન્ટન્ટ, પ્રો. વિનોદભાઈ. પ્રો. દીનકરભાઈ ટંડેલ, આશાબેન શાહ, લોકસાહિત્ય પ્રેમી રણજીતભાઈ દેસાઈ તથા સમગ્ર બુધસભા પરીવાર વગેરે હાજર રહ્ના હતા. આભારવિધિ રમેશભાઈ ચાંપાનેરી દ્વારા કરવામાં આવી હતી.