Damanganga Times.

Damanganga Times.

October 09, 2026

ઉમરગામના કાલય હળપતિવાસમાં આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો

ઉમરગામના કાલય હળપતિવાસમાં આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૮ ઃ ઉમરગામ તાલુકાના કાલય હળપતિવાસ ખાતે આવેલા આંગણવાડી કેન્દ્રમાં આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતના સહયોગથી વિવિધ સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના લાભાર્થીઓને ટેક હોમ રાશન (વ્ણ્ય્) તથા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (પ્પ્ળ્)ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના પોષણ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા સ્વસ્થ બાળકોને સુખડી અને ફ્રૂટ બાસ્કેટ પણ આપવામાં આવ્યા હતા. આંગણવાડીમાં સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર બહેન અને આશા વર્કર બહેનોનું સન્માન કરી તેમને પ્રશસ્તિપત્ર ઍનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઍક કિશોરી દ્વારા મુખ્યમંત્રીનો શુભેચ્છા સંદેશ પણ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સભ્ય, બાળ વિકાસ યોજના અધિકારી, ગ્રામ પંચાયતના સરપંચ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓઍ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના લોકો સુધી પોષણ, આરોગ્ય અને સરકારી યોજનાઓ અંગેની જાગૃતિ તથા લાભ પહોંચાડવાનો રહ્ના હતો.