Damanganga Times.

Damanganga Times.

October 09, 2026

ઉમરગામમાં ૪થી ૧૦ ઓક્ટોબર સુધી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાશે

ઉમરગામમાં ૪થી ૧૦ ઓક્ટોબર સુધી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાશે


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૮ ઃ જી.આઈ.ડી.સી. કોલોની સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે શ્રી વૈષ્ણવ સેવા સંસ્થાન, ઉમરગામ દ્વારા તા. ૪ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ભવ્ય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક આયોજનમાં આંતરરાષ્ટ્રીય યુવા કથાકાર શ્રી હાર્દિકભાઈ શુક્લના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. કથા દરરોજ બપોરે ૪ કલાકથી યોજાશે.
કથા દરમિયાન તા. ૬ ઓક્ટોબરે મંગળ સંધ્યા, તા. ૭ ઓક્ટોબરે કૃષ્ણ જન્મોત્સવ, તા. ૮ ઓક્ટોબરે ગોવર્ધન પૂજા તથા ૫૬ ભોગ મનોરથ, તા. ૯ ઓક્ટોબરે રુક્મણી વિવાહ સહિતના ધાર્મિક પ્રસંગો યોજાશે. તા. ૧૦ ઓક્ટોબરે કથા વિરામ રહેશે.
આ ઉપરાંત તા. ૪ ઓક્ટોબરે બપોરે ૨ઃ૩૦ કલાકે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા જી.આઈ.ડી.સી. કોલોનીના પ્લોટ નં. ૩૭૬, અખંડ મંગલથી કથા સ્થળે આવી પહોંચી હતી. કથાના બીજે દિવસે કાર્યક્રમમાં જાણિતા લોકગાયક નરેશ ગઢવી પણ ભજન-સંગીત ના સુર વેલાવી રોતા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.
 શ્રી વૈષ્ણવ સેવા સંસ્થાન દ્વારા ઉમરગામના વૈષ્ણવ ભક્તો અને ધર્મપ્રેમી લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.