Damanganga Times.

Damanganga Times.

October 09, 2026

ફણસામાં શ્રીમદ્ ભાગવત કથા યોજાશે

ફણસામાં શ્રીમદ્ ભાગવત કથા યોજાશે


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૮ ઃ ફણસા, કલગામ, મરોલી તથા આજુબાજુના ગામોના પિતૃઓના મોક્ષાર્થે મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૪ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન દરરોજ બપોરે ૩થી ૬ વાગ્યા સુધી શ્રોતા ભક્તો કથા શ્રવણનો લાભ લઈ શકશે. કથાના કથાકાર પૂજ્ય સાધુ દિવ્યા દીદી રહેશે. પોથી યાત્રા દીપિકાબેન ઍસ. પટેલ, મીઠા ફળિયા દ્વારા કરવામાં આવશે.પાવન પ્રસંગે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે પૂજ્ય ભદ્રેશલાલજી, મુખ્યપીઠ ધામ મકડીમાતા મંદિર, દમણ ઉપસ્થિત રહ્ના હતા.
પ્રથમ દિવસે વાજતે ગાજતે પોતીયાત્રા નીકળી કથા સ્થળે આવી પહોંચી હતી.કથાના રોજના અન્નપ્રસાદના દાતા તરીકે  કાળુભાઈ બી. આહીર, દ્વારકાધીશ પાર્ક બિલ્ડર, વલસાડનો સહયોગ પ્રા થયો છે.
કોળી પટેલ સમાજ સાંસ્કૃતિક ભવન, ફણસા ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં ભક્તો પ્રથા શ્રવણનો લાભ લઈ રહ્ના છે.
આ ધાર્મિક આયોજનમાં ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીમદ્ ભાગવત કથાનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.