ભીલાડ પોલીસ સ્ટેશને નવરાત્રી પર્વ અંગે શાંતિ સમિતિની બેઠક મળી
- byDamanganga Times
- 09 October, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૮ ઃ આગામી નવરાત્રી તથા દુર્ગાપૂજા મહોત્સવને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજવા ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
ભીલાડ પોલીસ સ્ટેશનના ભ્ત્ જી.આર. ગઢવીની અધ્યક્ષતામાં અને ન્ત્ગ્ ઈન્ચાર્જ હિમાંશુભાઈ નિલેશભાઈના આયોજન હેઠળ યોજાયેલી બેઠકમાં ભીલાડ પોલીસ સ્ટેશન હદ હેઠળ આવતા વિવિધ ગામોના સરપંચો તથા નવરાત્રી અને દુર્ગાપૂજાના આયોજકો સાથે તહેવાર દરમિયાનની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં તમામ આયોજકોને નવરાત્રી દરમિયાન ઘ્ઘ્વ્સ્ કેમેરા, સુરક્ષા વ્યવસ્થા, અગ્નિશામક યંત્રો સહિતની જરૂરી સલામતી વ્યવસ્થા સુનિડ્ઢિત કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. તેમજ કોઈ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જણાય અથવા કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાયું હતું.
બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ વિશેષ સંપર્ક પ્રમુખ પિયુષભાઈ શાહ, જિલ્લા ઉપાધ્યક્ષ અંકિતભાઈ શાહ, અંકલાસ સરપંચ રવુભાઈ, ભીલાડ પંચાયતના મુખ્ય સભ્ય કપિલભાઈ, નંદીગામ સરપંચ સંતોષભાઈ, જયંતીભાઈ, ઝરોલી-નગવાસ, વલવાડા સરપંચ રાજેશભાઈ નાવી, ગૌતમભાઈ, હિરેન્દ્રભાઈ, સન્નીભાઈ, અક્ષયભાઈ સહિત સર્વોદય મિત્ર મંડળ અને સ્પોર્ટ્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.આયોજકોઍ પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરી નવરાત્રી મહોત્સવને આનંદ, ઉલ્લાસ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવાની ખાતરી આપી હતી.
