કરવડમાં રૂ.૫ હજારની લાંચ લેતો ઇસમ ઝડપાયો
- byDamanganga Times
- 09 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વલસાડ અને ડાંગ ઍન્ટી કરપ્શન બ્યુરો (ઍસીબી) ઍ વાપી તાલુકાના કરવડ ખાતે સફળ છટકું ગોઠવી રૂ. પાંચ હજારની લાંચ લેતા ઍક પઇસમ ને રંગેહાથ ઝડપી પાડ્યો છે.-ા વિગતો અનુસાર, ફરિયાદી ઍક જાગૃત નાગરિક છે. આરોપી દીપકભાઈ જીવણભાઈ પટેલ (ઉં.વ.૫૪, ધંધો ખેતી, રહે. ડુંગરા, ડુંગરી ફળિયા, કોળીવાડ, તા.વાપી) ઍ ફરિયાદી તથા તેમના મિત્રને ગુજરાત બોર્ડર પાસે પકડી દારૂનો નશો કર્યો હોવાનું જણાવી પોલીસ ચોકીઍ લઈ ગયા હતા. ત્યારબાદ તેમના નામ-સરનામા લખી કેસ નહીં કરવાના અવેજમાં રૂ. ૧૦ હજારની લાંચ માંગી હતી. રકઝકના અંતે રૂ. ૫ હજાર આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેમણે વલસાડ ઍસીબીનો સંપર્ક કરતા તા.૦૭/૧૦/૨૦૨૬ ના રોજ કરવડના સાંઈ વિહાર રેસિડન્સી, શોપ નં.૧૦, ધી લુક મેન્સ વેર દુકાન બહાર, વાપી-કરવડ રોડ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપી રૂ. ૫ હજાર સ્વીકારતા જ પકડાઈ ગયો હતો. તેની પાસેથી લાંચની રકમ રીકવર કરવામાં આવી છે.આ કાર્યવાહી વલસાડ ઍસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.
