Damanganga Times.

Damanganga Times.

October 09, 2026

વાપીમાં નવરાત્રીને લઈ પોલીસે બેઠક યોજી

વાપીમાં નવરાત્રીને લઈ પોલીસે બેઠક યોજી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનધિ)
વાપી, તા. ૦૮ ઃ આગામી નવરાત્રી મહોત્સવને લઈને આજે રોજ વાપી ટાઉન પોલીસ મથકે પીઆઈ કે.વી. ઝાલાની આગેવાનીમાં ઍક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાપીની વિવિધ સોસાયટીઓમાં નવરાત્રી ઉત્સવ ઉજવતા આયોજકો તેમજ દુર્ગા પૂજા મહોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્ના હતા. પીઆઈ ઝાલાઍ સૌને આવકારી કઈ સોસાયટીમાં કેટલા માણસો નવરાત્રી રમવા ભેગા થશે, સીસીટીવી કેમેરા, લાઈટ અને સાઉન્ડ સિસ્ટમની શું વ્યવસ્થા છે તેની વિગતવાર માહિતી મેળવી હતી. આયોજકોને તેમણે અપીલ કરી હતી કે ઈમરજન્સીમાં લાઈટ જાય ત્યારે બેકઅપ લાઈટની વ્યવસ્થા ફરજિયાત રાખવી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ઉપરાંત સમય મર્યાદાનું કડકાઈથી પાલન કરવા સૂચના આપી હતી, જેથી સોસાયટીમાં અને આજુબાજુમાં રહેતા વૃદ્ધો, શાળાના વિદ્યાર્થીઓ વગેરેને તકલીફ ન પડે. પીઆઈ ઝાલાઍ તમામ આયોજકોને કાયદાનું પાલન કરવા જણાવ્યું હતું અને પોલીસ પ્રશાસન તરફથી તમામ સહકારની ખાતરી આપી હતી. આ સાથે દુર્ગાપૂજા મહોત્સવ ઉજવતા આયોજકોને પણ વિસર્જન યાત્રાના રૂટ સહિત વિવિધ બાબતોની કાળજી રાખવા તાકીદ કરી હતી.