Damanganga Times.

Damanganga Times.

October 09, 2026

દમણમાં ટીબી-મુક્ત પંચાયતોનું સન્માન

દમણમાં ટીબી-મુક્ત પંચાયતોનું સન્માન


(દમણગંગાટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૮ ઃ કેન્દ્રશાસિત દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં પણ સમુદાયને ટીબી-મુક્ત બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્ના છે.
આ અનુસંધાનમાં, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં જિલ્લા પંચાયત હોલ, મોટી દમણ ખાતે ‘ટીબી-મુક્ત પંચાયત’ સન્માન સમારોહ અને રક્તપિત્ત ઓરિઍન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના વડા ધરમ પટેલ અને જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી (ઘ્ચ્બ્) હાજર રહ્ના હતા. આ પ્રસંગે, તેમણે તમામ સરપંચો અને પંચાયત પ્રતિનિધિઓને ટીબી મુક્ત પંચાયત અભિયાનના ઉદ્દેશ્યો, પંચાયતોની ભૂમિકા અને ટીબી નાબૂદ કરવા માટેના જરૂરી પ્રયાસો અંગે વિગતવાર માહિતી પૂરી પાડી. આ પહેલ હેઠળ, માય ભારત સ્વયંસેવકો અને ઍનસીસી કેડેટ્સને ‘જોશ ટીમ’માં સમાવવામાં આવ્યા છે. જે ગ્રામ પંચાયતો અને સમુદાયો સુધી પહોંચીને ટીબી નાબૂદીનો સંદેશ ફેલાવશે અને ટીબી મુક્ત પંચાયતના ધ્યેયને પ્રા કરવામાં સક્રિયપણે યોગદાન આપશે.
 કાર્યક્રમ દરમિયાન, દમણના મુખ્ય તબીબી અધિકારી અને રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ/રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમના કાર્યક્રમ અધિકારીઍ આ વર્ષે ટીબી મુક્ત પંચાયતને માટે માર્ગદર્શન પુરુ પાડયું હતું.
કાર્યક્રમ દરમિયાન, ટીબી મુક્ત પંચાયત અભિયાન હેઠળ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરનાર ગ્રામ પંચાયતોને તેમના સ્કોર્સના આધારે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે, દમણની દુનેઠા ગ્રામ પંચાયતને ગોલ્ડ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે પરિયારી, પટલારા અને દમણવાડા ગ્રામ પંચાયતોને સિલ્વર કેટેગરીમાં સન્માનિત કરવામાં આવી હતી.