વલસાડ જિલ્લાના ૨૦૩ ગામ ટીબી મુક્ત
- byDamanganga Times
- 09 October, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૦૮ ઃ ટીબી મુક્ત વલસાડ અને ટીબી મુક્ત ભારતના સંકલ્પને જનભાગીદારીથી વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે વલસાડની મેડિકલ કોલેજના ઓડિટોરીયમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે પટેલના અધ્યક્ષસ્થાને ટીબી મુક્ત ગ્રામ પંચાયત સન્માન સમારોહ તથા થ્બ્લ્ણ્ (થ્ંજ્ઞ્ઁદ્દ લ્ર્ષ્ઠ્યીફુ શ્ંશ્વ ર્ણ્ફૂશ્રદ્દત્ર્ ર્વ્ફૂૃસ્ન્) – વ્ગ્ પ્્યત્ત્દ્દ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ ર્વ્ફૂૃસ્ન્નો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં સતત ૩ વર્ષથી ટીબી મુક્ત ૪૮ ગ્રામ પંચાયત અને સતત બે વર્ષથી ટીબી મુક્ત ૭૧ ગ્રામ પંચાયતના સરપંચોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતું. જ્યારે ઍક વર્ષથી ટીબી મુક્ત ૮૪ ગ્રામ પંચાયતોનું આગામી દિવસોમાં તાલુકા કક્ષાઍ સન્માન કરાશે. જોશ- ટીબી મુક્ત ભારત ટીમમાં જોડાયેલા માય ભારતના વોલ્ન્ટીયર્સ અને ઍનસીસી કેડેટસનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે નિક્ષય મિત્રો (૧) શ્રીમદ રાજચંદ્ર મિશન, (૨) મુસ્કાન ફાઉન્ડેશન, (૩) ઈન્ડો કાઉન્ટ, ભીલાડ, (૪) મા ફાઉન્ડેશન, (૫) લાયન્સ કલબ ઓફ વાપી ઉદ્યોગનગર, અને (૬) ડો. ચિંતન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હીના ભારત મંડપમથી કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સૌ ઍ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, વલસાડ જિલ્લા ટીબી ઓફિસર અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઍચ.પી.સિંઘે પ્રાસંગિક વકતવ્યો આપ્યા હતાં.
વલસાડ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઍ.કે.સિંઘે સ્વાગત પ્રવચનમાં મે નહી પરંતુ હમ ના નારા સાથે ટીબી નાબૂદ કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આભારવિધિ મેડિકલ ઓફિસર ડો.પરિમલ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વલસાડ બ્લડ બેંકના ડાયરેકટર ભાવેશભાઈ રાયચાઍ કર્યુ હતુ.
