સિલ્ધા બેઠકના સભ્ય, સરપંચ અને ગામના વડીલોઍ કપરાડા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૦૬ ઃ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ૨ ઑક્ટોબરના રોજ જિલ્લા પંચાયતની સિલ્ધા બેઠકનાં સભ્ય જશોદાબેન કિરણભાઈ જાદવ, ગામના સરપંચો તથા ગામના વડીલો દ્વારા સામૂહિક રીતે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (ઘ્ણ્ઘ્), કપરાડાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ, તબીબી સ્ટાફની સ્થિતિ, દર્દીઓને મળતી સારવાર તથા જરૂરી તબીબી સાધનોની ઉપલબ્ધતા અંગે જાણકારી મેળવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મળેલી -ાથમિક જાણકારી મુજબ, ઘ્ણ્ઘ્ કપરાડામાં તબીબોની અછત તેમજ પૂરતાં તબીબી સાધનો અને ઇક્વિપમેન્ટની ઉપલબ્ધતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોના લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે પૂરતા તબીબો, ર્નસિંગ સ્ટાફ અને આધુનિક તબીબી સાધનો હોવા અત્યંત જરૂરી છે. જો આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સુવિધાઓનો અભાવ હોય તો દર્દીઓને સારવાર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દર્દીઓને ૨૪ કલાક જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે. આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા અને જાળવણીની તપાસ કરવામાં આવે. આરોગ્ય કેન્દ્રની સુવિધાઓમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવે. મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે આરોગ્ય સેવાઓની વાસ્તવિક સ્થિતિ જાણવાના હેતુથી કરવામાં આવેલી આ મુલાકાત અંતરિયાળ વિસ્તારના નાગરિકોને મળતી આરોગ્ય સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો સામે લાવે છે. આરોગ્ય ઍ દરેક નાગરિકની મૂળભૂત જરૂરિયાત છે. તેથી ઘ્ણ્ઘ્ કપરાડામાં તબીબો અને જરૂરી સાધનોની અછત અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
