Damanganga Times.

Damanganga Times.

October 07, 2026

વાપીના ૯૦ હાજરથી વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ મળશે

વાપીના ૯૦ હાજરથી વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ મળશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ  ભારત સરકારની અધિસૂચના જાહેરનામાં તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ મુજબ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળની વૈધાનિક પગાર મર્યાદા ૧૫ હજારથી વધારીને ૨૫ હજાર કરવામાં આવી છે. આ નિર્ણય ૧૭ સપ્ટેમ્બરથી જ અમલમાં આવ્યો છે. તેનાથી દેશભરમાં અંદાજે ૫૧ લાખ, જ્યારે વાપી પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્રમાં અંદાજે ૯૦ હજાર વધારાના કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ મળવાની શક્યતા છે.
પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર-૧ વિજય કુમારે જણાવ્યું હતું કે હવે ૨૫ હજાર સુધીનો પગાર ધરાવતા અને અત્યાર સુધી ભ્જ્ના દાયરામાં ન આવેલા કર્મચારીઓ ચ્ભ્જ્ હેઠળ પાત્ર બનશે. ઉપરાંત ૧૫ હજારથી વધુ પગારને કારણે પેન્શન યોજનાના સભ્ય ન બની શકેલા કર્મચારીઓ પણ પેન્શનના સભ્ય બનવા પાત્ર થશે.
જે કર્મચારીઓનું યોગદાન અત્યાર સુધી ૧૫ હજારની મર્યાદા પર કપાતું હતું, તેમનું યોગદાન હવે ૨૫ હજાર સુધીના વેતન પર થશે. તેનાથી ભ્જ્ ખાતામાં વધુ રકમ જમા થશે અને નિયમ મુજબ વ્યાજ મળશે. પેન્શન યોગદાન વધતા ભવિષ્યમાં પેન્શન લાભ પણ વધશે. ચ્ઝ઼ન્ત્ હેઠળ પરિવારને વધારાની સુરક્ષા મળશે.
ઉદાહરણ તરીકે, ૨૦ હજાર પગારદારનું ૧૨ ટકા મુજબ યોગદાન અગાઉ ૧,૮૦૦ થતું હતું, જે હવે ૨,૪૦૦ થશે. ઍટલે દર મહિને ૬૦૦ વધુ જમા થશે. નોકરીદાતાના ફાળામાં પણ વધારો થશે.
અધિકારીઍ સ્પષ્ટતા કરી કે પાત્ર કર્મચારીઓઍ અલગથી અરજી કરવાની જરૂર નથી. રજીસ્ટ્રેશન કરાવવું નોકરીદાતાની વૈધાનિક જવાબદારી છે. સપ્ટેમ્બર ૨૦૨૬નું ચ્ઘ્ય્ ૧થી ૧૬ અને ૧૭થી ૩૦ સપ્ટેમ્બર ઍમ બંને સમયગાળા માટે ઍક જ વખત જમા કરવાની સુવિધા અપાઈ છે.