Damanganga Times.

Damanganga Times.

October 07, 2026

ચલા રિંગ રોડ પર ખાડા પુરાયા

ચલા રિંગ રોડ પર ખાડા પુરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ શહેરના ચલા વિસ્તારમાં રિંગ રોડ પર પડેલા જોખમી ખાડા આખરે પૂરવામાં આવતા વાહનચાલકોઍ રાહતનો શ્વાસ લીધો છે.
ગત જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે અપનાઘર સોસાયટીથી કચીગામ રોડને જોડતા રિંગ રોડ પર ઠેર-ઠેર મોટા અને ઊંડા ખાડા પડી ગયા હતા. જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકી પડતી હતી, સાથે જ અકસ્માતનો ભય પણ સતત સતાવતો હતો.
આ અંગે સ્થાનિક ચૂંટાયેલા કાઉન્સિલરો અને સામાજિક આગેવાનો દ્વારા મહાનગરપાલિકા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. આખરે રજૂઆતને ધ્યાને લઈ મનપા તંત્ર દ્વારા રોડ પરના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ખાડા પૂરાતા હવે વાહનવ્યવહાર સરળ બન્યો છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોઍ તંત્રની આ કામગીરીને આવકારી છે, સાથે જ રોડનું કાયમી સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.