આમળીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 07 October, 2026
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૬ ઃ પારદર્શી પ્રશાસન માટે પ્રતિબંધ સરકાર પ્રજાને લાગણી માગણી અપેક્ષા પૂર્ણ કરવા સેવા સેતુ ૨.૧ કાર્યક્રમ તાલુકા વહીવટી તંત્ર પારડી દ્વારા પારડી તાલુકાના આમડી ગામમાં યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિવિધ ગામડાઓના પ્રજાજનો આવી પોતાના કામો અંગેની રજૂઆત કરી હતી. જે કામોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો અહીં આમડી ગામમાં વહેલી સવારથી સરપંચ રાધાબેન પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય નરેશભાઈ પટેલ પૂર્વ ભાજપના પ્રમુખ મહેશભાઈ દેસાઈ તાલુકા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ મંત્રી ધવલભાઇ દેસાઈ ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ પટેલ હિતેશભાઈ પટેલ પારડીના મામલતદાર કટારીયા સાથે વિવિધ ગામના સરપંચો તાલુકા પંચાયત તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા.
આધારકાર્ડ રેશનકાર્ડ પ્રોપર્ટી કાર્ડ આરોગ્ય પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના ગ્રામ પંચાયતને લાગતા વિવિધ દાખલાઓ પોલીસને લાગતા પ્રશ્નો આંગણવાડીને લાગતા પ્રશ્નો સાથે અન્ય તમામ લોકોને રજૂઆત મુજબના પ્રશ્નો બેંકના પ્રશ્નો સિંચાઈના પ્રશ્નો વીજળી વિભાગના પ્રશ્નો ના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં લોકો પોતાના પ્રશ્નોના નિકાલ માટે વિવિધ વિભાગોમાં ગયા હતા અને જરૂરી ડોક્યુમેન્ટ લઈને ઍમના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો આમડી સહિત વેલ પરવા બાલધા સુખ લાવ વગેરે ગામડાઓના લોકોના સેવા સેતુ ૨.૧ કાર્યક્રમમાં જન સમસ્યાઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.
