પારડી પંથકમાં નવરાત્રી પર્વની તડામાર તૈયારીઅો શરુ
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૬ ઃ પારડી સહિત તાલુકાના ગામડાઓમાં ૧૧મી ઓક્ટોબરથી શરૂ થનારી નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે માતા અંબાના પવિત્ર તહેવાર નવરાત્રી પર્વ નજીક આવી ગયું છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્ના છે ત્યારે માથા જગદંબાના ભક્તોઍ ઠેર ઠેર નવરાત્રી ઉજવણી માટે અને તૈયારીઓ શરૂ કરી છે. મંડપ બાંધવા માટે ભક્તોઍ કામ શરૂ કર્યું છે.ં ટૂંક સમયમાં નવરાત્રી આવી રહી છે ૧૧મી ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થનાર છે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્ના છે પારડીના આ સંખ્યા મંડળ શેરી ગરબાની રમઝટ માટે તૈયારીઓ કરી રહ્ના છે તો બીજી તરફ ગામડાઓમાં પણ માતાજીના ગરબે રમવા માટે ભક્તો તૈયાર થઈ રહ્ના છે.
