Damanganga Times.

Damanganga Times.

October 07, 2026

કુંડી ઓવરબ્રિજ પર ટ્રક પલટી જતા ક્લીનરનું મોત

કુંડી ઓવરબ્રિજ પર ટ્રક પલટી જતા ક્લીનરનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ ના નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલા કુંડી ઓવરબ્રિજ ઉપર સુરતથી વાપી તરફ જઈ રહેલી ઍક ટ્રક પલટી મારી જતાં  ટ્રકની કેબિન નીચે દબાઈ ગયેલા  રાજસ્થાન ક્લિનરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રાજસ્થાનના અજમેર જિલ્લાના નિમેડા ગામના રહેવાસી કાલુરામ મિશ્રીલાલ જાટ (ઉં.વ. ૩૦) ટ્રક નંબર.ય્થ્-૦૯-ઞ્ચ્-૮૫૬૬ માં ભિવાડીથી ટાવર ક્રેનનો લોખંડનો સામાન ભરીને મુંબઈ જવા નીકળ્યા હતા. ગત તા. ૫ ઓક્ટોબરના રોજ રાત્રિના આશરે ૯ વાગ્યે  ડુંગરી નજીક કુંડી ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે ચાલક મહેન્દ્ર સુવાલાલ ગુર્જરે ટ્રકને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પલટી મરાવી દીધી હતી. ટ્રક પલટી જતાં ક્લીનર તરીકે સાથે રહેલા કાલુરામ જાટ કેબિન નીચે દબાઈ ગયો  અને તેને  શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું  મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા ટ્રક ચાલકને ૧૦૮ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ માં  સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકના ભાઈ કાનુરામ મિશ્રીલાલ જાટે ડુંગરી પોલીસ મથકે ટ્રક ચાલક મહેન્દ્ર ગુર્જર વિરુદ્ધ ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.