Damanganga Times.

Damanganga Times.

October 07, 2026

દમણમાં આંગણ ઉત્સવ અંતર્ગત આંગણવાડી બહેનોનું સન્માન કરાયું

દમણમાં આંગણ ઉત્સવ અંતર્ગત આંગણવાડી બહેનોનું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૦૬ ઃ દમણમાં આંગણ ઉત્સવ અંતર્ગત દમણ નગરપાલિકા દ્વારા આંગણવાડી બહેનોના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દમણ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ના ખારીવાડ ખાતે આવેલી આંગણવાડીમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોના પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરતી આંગણવાડી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આંગણવાડી બહેનો દ્વારા બાળકોના વિકાસ માટે કરવામાં આવતી વિવિધ સેવાઓ અને કામગીરીને બિરદાવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોઍ આંગણવાડી બહેનોને તેમના સેવાભાવી કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં દમણ નગરપાલિકાના કાઉન્સિલર અસ્પી દમણિયા, ફિરદૌસબેન, તમન્નાબેન ખોજા અને પૂર્વ કાઉન્સિલર જસ્સીકોર સહિત આંગણવાડી બહેનો, બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્નાં હતા. આ પ્રસંગે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસ માટે સૌઍ સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.