Damanganga Times.

Damanganga Times.

October 07, 2026

ઉમરગામ ટાઉનમાં જુગાર રમતા ૬ રોકડ સાથે ઝડપાયા

ઉમરગામ ટાઉનમાં જુગાર રમતા ૬ રોકડ સાથે ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૬ ઃ ઉમરગામ ટાઉન વિસ્તારમાં જુગાર રમતા છ ઈસમોને ઉમરગામ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ તથા ચાર મોબાઈલ સહિત કુલ રૂ.૮૨,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અને વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.ઍન. દવેના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસ ઈન્સ્પેક્ટર ઍચ.ડી. તુવરની સૂચના મુજબ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે ઉમરગામ ટાઉન વિસ્તારમાં જુગાર અંગે રેડ કરવામાં આવી હતી.
રેડ દરમિયાન પત્તા-પાના સાથે જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૩૦,૨૦૦ તથા ચાર મોબાઈલ ફોન કિંમત રૂ.૫૨,૦૦૦, મળી કુલ રૂ.૮૨,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા ઈસમોમાં ધર્મેશભાઈ વસંતભાઈ પટેલ, મિતેશભાઈ મનોજભાઈ ટંડેલ, હેમંતભાઈ સીતારામભાઈ માછી, ભાવિનભાઈ મહેન્દ્રભાઈ માછી, સાઝીદ તાઝુદીન ચારણીયા અને કેવિનભાઈ દામોદરભાઈ માછીનો સમાવેશ થાય છે. આ અંગે ઉમરગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.