Damanganga Times.

Damanganga Times.

October 07, 2026

ખૂંધ ગામે પરિણીતઍ ઝેર પી લેતા સારવાર દરમિયાન મોત

ખૂંધ ગામે પરિણીતઍ ઝેર પી લેતા સારવાર દરમિયાન મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૦૬ ઃ ચીખલી તાલુકાના ખૂંધ ગામે રહેતી ઍક પરણીત યુવતીઍ કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના ખૂંધ ગામે આવેલ કૈલાશ નગર સોસાયટીમાં રહેતા હિતેશ પોપટલાલ પ્રજાપતિ ની પત્ની નીલમ કુમારી પ્રજાપતિ ઉ.વ. ૨૮ જેણે આજરોજ સવારના ૧૦ વાગ્યા પહેલા હર કોઈ વખતે કોઈ અગમ્ય કારણોસર ઘરમાં રાખેલ સેલફોસ (અનાજ) માં નાખવાની દવા પોતાની જાતે પી જતા જેને પ્રાથમિક સારવાર ચીખલીની ખાનગી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે નવસારી હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમિયાન નીલમ પ્રજાપતિનું મોત નીપજ્યું હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધાતા બનાવની વધુ તપાસ ચીખલી સબ ડિવિઝન પોલીસના ડિ.વાય.ઍસ.પી ઍ આગળની તપાસ હાથ ધરી છે.