Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

બલીઠા પાસે કોઇમ્બતુર ઍક્સ . પર પથ્થરમારો

બલીઠા પાસે કોઇમ્બતુર ઍક્સ . પર પથ્થરમારો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ ગઈ કાલે ૪-૧૦-૨૦૨૬ના રોજ સાંજે આશરે ૬ઃ૪૫ વાગ્યે વાપી સ્ટેશનથી ઉપડ્યા બાદ બલીઠાગામ વિસ્તારમાં પૂર્વ દિશા તરફથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગાડી નંબર ૨૨૪૭૬ (કોઈમ્બતુર-હિસાર ઍક્સપ્રેસ) પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થર વાગવાથી કોચ નંબર ખ્/૧ ની સીટ નંબર ૪૨ની બારીનો કાચ ક્રેક થઈ ગયો હતો. સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના બલીઠા રેલ્વે ટ્રેક નજીક ભંગારીયા ગોડાઉન વિસ્તારમાં બની હતી.ભૂતકાળમાં આજ વિસ્તારમાં વંદે ભારત ટ્રેન પર પથર મારો થયો હતો.     ઘટનાને પગલે વાપી રેલ્વે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
બલીઠાગામના તમામ રહેવાસીઓ અને બાળકોને રેલવે દ્વારા અપીલ કરવામાં આવે છે કે, કૃપા કરીને ચાલતી ટ્રેનો પર પથ્થર ન ફેંકે. જો કોઈ વ્યક્તિ ટ્રેન પર પથ્થર ફેંકતો કે રેલવે લાઈન પર અન્ય કોઈ ગુનો કરતો નજરે પડે તો તેની જાણ નજીકના આરપીઍફ, જીઆરપી, શહેર પોલીસ કે કોઈ રેલવે કર્મચારીને કરે, જેથી સમયસર ગુનેગારો સામે કાર્યવાહી કરી શકાય.