Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

જિલ્લામાં ૧૫ વર્ષમાં રૂ. ૩૨.૩૮ કરોડના નશીલા પદાર્થોનો નાશ

જિલ્લામાં ૧૫ વર્ષમાં રૂ. ૩૨.૩૮ કરોડના નશીલા પદાર્થોનો નાશ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગુજરાત રાજ્યને નશામુક્ત અને નશીલા પદાર્થોની બદીથી મુક્ત રાખવા માટે ઝીરો ટોરલેન્સની નીતિ અપનાવવામાં આવી છે. આ નીતિને સાર્થક કરવા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ડો. સંદીપના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ચાલુ વર્ષ ૨૦૨૬ દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે ઍનડીપીઍસ ઍક્ટ હેઠળ કુલ ૪૦ ગુના શોધી કાઢી ૫૪ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.૧,૯૧,૭૯,૩૦૯ની કિંમતનો નશીલો પદાર્થ જ કર્યો છે. જ કરાયેલા મુદ્દામાલમાં ૨૧.૩૧ કિલો ગાંજો (કિં.રૂ. ૧,૦૫,૧૫, ૬૦૮), ૧.૯૬૩ કિલો ચરસ (કિં.રૂ.૬૧, ૫૯,૫૫૦), ૧૦.૫૪ ગ્રામ હેરોઈન, ૩.૩૯૪ કિલો કોકેઈન અને ૦.૬૧૩ કિલો પ્ઝ઼ ડ્રગ્સનો સમાવેશ થાય છે. જિલ્લામાં સૌથી વધુ નશીલો પદાર્થ પકડવામાં ઍસઓજી વલસાડ શાખા મોખરે રહી છે. ઍસઓજીઍ ઍકલા હાથે ૧૮ ગુના નોંધી ૩૧ આરોપીઓને ઝડપ્યા છે. તેની પાસેથી ૧૩.૫૪ કિલો ગાંજો (કિં.રૂ.૬૩, ૮૬,૬૦૦), ૦.૨૦૭ કિલો ચરસ અને ૦.૬૧૩ કિલો પ્ઝ઼ ડ્રગ્સ (કિં.રૂ.૯૧,૦૦,૦૦૦) મળી કુલ રૂ.૧ કરોડથી વધુનો મુદ્દામાલ જ કર્યો છે. બીજા ક્રમે ઍલસીબી શાખાઍ ૨ ગુનામાં ૧૩.૨૯ કિલો ચરસ (કિં.રૂ. ૫૫,૧૨,૨૦૦) પકડ્યો છે.
પોલીસ સ્ટેશન વાઈઝ જોઈઍ તો ઉમરગામ પોલીસે ૩ ગુનામાં ૫.૦૧ કિલો ગાંજો, વાપી ટાઉને ૦.૯૫૬ કિલો ગાંજો, જ્યારે વલસાડ ટાઉન, વલસાડ રૂરલ, ડુંગરી, પારડી, ધરમપુર, કપરાડા, નાનાપોંઢા અને ડુંગરા પોલીસે પણ નોંધપાત્ર કાર્યવાહી કરી છે.
આ ઉપરાંત, ઈ.સ. ૨૦૧૦થી  આજદિન સુધીના લગભગ ૧૫ વર્ષમાં જિલ્લામાં નાર્કોટિક્સના કુલ ૧૦૦ ગુનાઓનો રૂ.૩૨,૩૬, ૬૬,૫૪૨નો મુદ્દામાલ નિયમોનુસાર નાશ કરવામાં આવ્યો છે. પોલીસે પીઆઈટી ઍનડી પીઍસ ઍક્ટ હેઠળ ૨ આદતન ગુનેગારોને જેલ હવાલે કર્યા છે. જિલ્લા પોલીસે નાગરિકોને પ્ખ્ફખ્લ્ હેલ્પલાઈન ૧૯૩૩ પર માહિતી આપવા અપીલ કરી છે.

નશાકારક પદાર્થો સંબંધી ગતિવિધી અંગે પોલીસને જણાવો ઃ ડીઍસપી
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ/વાપી, તા. ૦૫ ઃ આજે વલસાડ જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજા (આઈપીઍસ) દ્વારા ઍક ખાસ પત્રકાર પરિષદમાં જિલ્લામાં ઍનડીપીઍસ ઍકટ હેઠળ વલસાડ જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોના કાર્યક્ષેત્રમાં થયેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપતાં પોલીસના પ્રયાસો અંગે પણ જણાવતાં કહ્નાં હતું કે સમાજને, ખાસ કરીને યુવાધનને જાગૃત કરવાના હેતુથી ‘ડ્રગ્સ અવેરનેસ સેમિનાર અને રેલીઓ’નું ખાસ આયોજન વખતો વખત કરવામાં આવે છે આ ઝુંબેશ હેઠળ ચાલુ વર્ષ દરમ્યાન વલસાડ જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો અને જાહેર સ્થળોઍ કુલ ૨૫થી વધારે જન-જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ - ૪,૧૫૧ લોકોને આ કાર્યક્રમો થકી નશાથી થતા શારીરિક, સામાજિક અને આર્થિક નુકસાન વિશે વિગતવાર માહિતી આપી નશા મુક્ત સમાજ નિર્માણમાં સહભાગી થવા જિલ્લા પોલીસવડા દ્વારા અપીલ કરવામાં આવી હતી. વધુમાં તેમણે  જણાવ્યુ હતું કે, ડ્રગ્સ અથવા નશાકારક પદાર્થોનું વેચાણ, સેવન કે હેરાફેરી ઍ ગુનો જ નથી પરંતુ આપણા સમાજ અને ભવિષ્યની પેઢીઓને બરબાદ કરતું દૂષણ છે. જો આપના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની નશાકારક પદાર્થોની ગેરકાયદેસર -વૃત્તિ ચાલતી હોય તો તેની માહિતી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા પ્ખ્ફખ્લ્
(ર્ફીદ્દજ્ઞ્ંઁર્ીશ્ર ર્ફીશ્વણૂંદ્દજ્ઞ્ણૂસ્ન્ ણ્ફૂશ્રષ્ટશ્રજ્ઞ્ઁફૂ) વ્ંશ્રશ્ર જ્શ્વફૂફૂ ફં.૧૯૩૩ નો સંપર્ક કરી શકો છો. માહિતી આપનારનું નામ અને ઓળખ સંપુર્ણપણે ગુ રાખવામાં આવશે. ઍવી ખાતરી પણ આવી હતી.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વલસાડ જીલ્લામાં નશાકારક પદાર્થોના વેચાણ અને વપરાશને ડામવા માટે પોલીસ દ્વારા ફઝ઼ભ્લ્ ખ્ઘ્વ્ હેઠળ પકડાયેલ આરોપીઓ જેલમાંથી છુટ્યા બાદ તેની રોજિંદી ગતિવિધી ઉપર પોલીસ માણસો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે તેમજ તેની અવાર-નવાર ઘરના તથા ધંધાના સ્થળે મુલાકાત લેવામાં આવે છે અને આવા ર્ણ્ીણુજ્ઞ્ર્દ્દ્યીશ્ર બ્શ્શ્ફૂઁફુફૂશ્વ દ્વારા ફરીથી ફઝ઼ભ્લ્ ખ્ઘ્વ્ હેઠળનો ગુનો આચરવામાં આવ્યેથી તેના વિરૂધ્ધ ભ્ત્વ્ ફઝ઼ભ્લ્ ખ્ઘ્વ્ હેઠળ અસરકારક કડક કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરવામાં આવે છે જે મુજબ હાલમાં ઍક રીઢા આરોપી વિરુધ્ધ ભ્ત્વ્ ફઝ઼ભ્લ્ ખ્ઘ્વ્ હેઠળ કાર્યવાહી હાથ ધરી મધ્યસ્થ જેલ, સાબરમતી, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવતા હોવાનું ઉમર્યુ હતું.