Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

વલસાડમાં કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વલસાડમાં કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૫ ઃ વલસાડમાં ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા ની ૧૬૯મી જન્મ જયંતી નિમિત્તે વલસાડ સમાજ દ્વારા બનાવવામાં આવેલી ઓધવ ભવન વાડી ખાતે સામાજિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ને પુષ્પાંજલિ, ગુરુવર્ય શ્રી ઓધવરામ બાપા, વલદાસજી મહારાજ તથા કુળદેવી શ્રી હિંગળાજ માતાની સ્તુતિ અને ગુરુ શ્રી હરિદાસજીના આશીર્વાદથી કરવામાં આવી હતી.
તાજેતરમાં કચ્છી ભાનુશાલી જ્ઞાતિમાં ગુજરાત ખાતે માત્ર છ કલાકના ગાળામાં ત્રણ યુવાન વ્યક્તિઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુના પગલે  સુરત મહાવીર હોસ્પિટલના વિખ્યાત અને અનુભવી કાર્ડિયાક સર્જન ડો. જગદીશ મંગેના સૂચનથી સમાજની ઍક મહત્વની બેઠક યોજાઈ હતી અને ચાર કલાકના ં વ્યવસ્થિત વર્કશોપ અને લાઈવ ડેમો દ્વારા જાગૃતિ લાવવાનું નક્કી કરાયું હતું. ઍ મુજબ  ડો. જગદીશ મંગે દ્વારા લાઈવ ડેમો અને  વલસાડ રક્તદાન કેન્દ્રના ડો. અભિષેક દ્વારા મુખ્ય પ્રતિનિધિઓને પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ આયોજનમાં ડો. જીતેન્દ્ર અમલાણી (રાજકોટ), ડો. કાર્તિક ભદ્રા (પારડી) અને હિતેશ જોઈસર દ્વારા વર્કશોપ દરમિયાન પૂરતો સહકાર અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં. ઉત્તર ગુજરાત તરફથી ડો. રાજેશ કટારીયા  પણ જાડાયા હતાં.
આ આરોગ્ય જાગૃતિના વિશેષ કાર્યક્રમનું  પ્રોગ્રામનું સંચાલન યુવાનો દ્વારા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું અને જયંતિ દામા ઍ ડો. જગદીશ મંગેઍ કાર્યક્રમની રૂપરેખા અને આયોજન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં મહેસાણા (ઉત્તર ગુજરાત), અમદાવાદ, ભરૂચ-અંકલેશ્વર, સુરત, નવસારી, ગણદેવી, બીલીમોરા, ડુંગરી, ચીખલી, વલસાડ, વાપી, પારડી, ધરમપુર, ખેરગામ, દમણ, ઉદવાડા, સરીગામ, ભીલાડ-કરંબેલી, ઉમરગામ, વિરાર, વસઈ, નાલાસોપારા, મીરારોડ અને ઘાટકોપરથી દરેક મંડળના પ્રમુખ અને ટ્રસ્ટીગણ હાજર રહ્ના હતા અને આ મુદ્દાને ગંભીરતાથી લઈ સહકારની ખાતરી આપી હતી. આજે યુવાન વયે આવતા હૃદય રોગના હમલા અને આકસ્મિક તબીબી ઈમરજન્સી તકોઈપણ સમાજ માટે ગંભીર મુદ્દો બની ગયો છે, ત્યારે શ્રી કચ્છી ભાનુશાલી સમાજ બીજા સમાજોને પણ માહિતી અને દિશા આપવા માટે મદદરૂપ બનશે, ઉલ્લેખનીય છે કે અગાઉ થેલેસેમિયા અંગે પણ આવી સામાજિક જાગૃતિ થકી શ્રેષ્ઠ પરિણામો ભાનુશાળી સમાજે મેળવ્યા છે.
આ કાર્યક્રમ દરમ્યાન દરેક મંડળના ઓછામાં ઓછા પાંચ સભ્યોને આ જ અઠવાડિયામાં ફર્સ્ટ રિસ્પોન્ડર / પ્રાથમિક સારવારની તાલીમ સર્ટિફાઇડ કોર્સ દ્વારા આપવામાં આવશે ઍમ પણ જાહેર કરાયું હતું.  તથા નવરાત્રી પર્વ દરમિયાન તેનો બહોળો પ્રચાર થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે અને દર વર્ષે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા ની જન્મ જયંતી નિમિત્તે આવા જ સામાજિક ઉત્થાન અને માનવ કલ્યાણના કાર્યો કરવામાં આવશે ઍવું વલસાડ ટ્રસ્ટીગણ તથા પ્રમુખશ્રી દીપકભાઈ કટારીયા ઍ આહ્વાન કર્યું હતું.