વલસાડમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીઍલ પર ઉતર્યા
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૫ ઃ વલસાડ જિલ્લામાં મહેસૂલ વિભાગના ૨૫૦થી વધુ કર્મચારીઓ પોતાની ૧૪ જેટલી પડતર માંગણીઓને લઈને સામૂહિક રજા (માસ સીઍલ) પર ઉતરી જતા હડતાળનું ઍલાન કર્યું છે.
વલસાડ જિલ્લા મહેસુલ વિભાગના કર્મચારીઓની લાંબા સમયથી તેમની વિવિધ પડતર માંગણીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી. આથી સરકારનું ધ્યાન દોરવા માટે કર્મચારીઓઍ આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. મહેસૂલ વિભાગના કર્મચારીઓની આ હડતાળના કારણે જિલ્લામાં સરકારી કામગીરી પર મોટી અસર થવાની શક્યતા છે. કર્મચારીઓઍ સરકાર સમક્ષ તેમની માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી કરી છે. સાથે જ તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે, તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
