Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

વાપીમાં પં. શ્યામજી કૃષ્ણવર્માની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ

વાપીમાં પં. શ્યામજી કૃષ્ણવર્માની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૫ ઃ વાપીમાં શ્યામજી કૃષ્ણવર્મા ચોક ખાતે સ્થાપિત કરવામાં આવેલી  ભારતના પ્રથમ સશસ્ત્ર ક્રાંતકારી ગુરુ પં. શ્યામજી કૃષ્ણવર્મા નાખુઆ (ભાનુશાલી)ની પ્રતિમા ખાતે તેમની ૧૬૯મી જયંતિ નિમિત્તે વાપીના કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ નિમિત્તે ટ્રસ્ટના અરવિંદભાઈ નાખુઆ, રમેશભાઇ ગોરી, ભાવેશ ગોરી સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્ના હતાં.