Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

મોગરાવાડીમાં તાળા તોડી સામાન લૂંટી દુકાનો પચાવી પાડવાનો પ્રયાસ

મોગરાવાડીમાં તાળા તોડી સામાન લૂંટી દુકાનો પચાવી પાડવાનો પ્રયાસ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ વલસાડ સીટી પોલીસ મથક વિસ્તાર હેઠળના મોગરાવાડી ખાતે આવેલ ઍપાર્ટમેન્ટની બે દુકાનોના તાળાં તોડી અંદર રાખેલો કિંમતી સામાન લૂંટી લઈ ગેરકાયદેસર કબ્જો જમાવી લેવાના ગંભીર આરોપ સાથે ઍક મહિલા વેપારીઍ વલસાડ સીટી પી. આઈ. તેમજ જિલ્લા પોલીસ વડા ને  લેખિત રજૂઆત કરી ઍફ.આઈ.આર. નોંધવાની માંગ કરી છે.
વલસાડ શહેરના હાલર યોગીરાજ પાર્કમાં રહેતી દિપાબેન હિતેશભાઈ શાહ ઍ વલસાડ જિલ્લા પોલીસ વડા ને લેખિતમાં  ફરિયાદ કે વલસાડ ના મોગરાવાડી  પોલીસ હેડક્વાર્ટર નજીક આવેલ રત્નાકર વિલા-ઍ ઍપાર્ટમેન્ટમાં દુકાન નં. ૧ અને ૨ તેમની માલિકી અને કબ્જા ભોગવટા હેઠળ આવેલી છે. આ દુકાનો તેમણે વર્ષ ૨૦૧૫માં કાયદેસરના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી.
સુરતના વેસુભાગ/રૂંઢ વીર ભદ્ર ૨૦૪/ બી   સુરત માં રહેતા આરોપી અમિત વસ્તુપાલ શાહ તથા તેના સાગરીતોઍ દુકાન નં. ૧ અને ૨ ને ખોટી રીતે અન્ય નંબર દર્શાવી મિલકત ગેરકાયદેસર પચાવી પાડવાના બદઇરાદે કારસો રચ્યો હતો.
અરજીમાં આક્ષેપ કરાયો છે કે, ગત તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ બપોરના સમયે આરોપીઓઍ આ બંને દુકાનોના શટર ઉપર મારેલા તાળાં તોડી નાખી ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં મૂકેલો સેન્ટ્રિંગ-બાંધકામનો સામાન જેવો કે લોખંડના પાઇપ, લોખંડની ઍચ-ફ્રેમ, મિક્ષર મશીન, ખુરશી-ટેબલ અને પ્રિન્ટર મશીન સહિતની ચીજવસ્તુઓ બહાર કાઢી લૂંટ કરી હતી. ત્યારબાદ પોતાના તાળાં મારી દઈ દુકાનોનો ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો હતો. ફરિયાદી મહિલાઍ જણાવ્યું છે કે આરોપી સામે અગાઉ સિવિલ કોર્ટમાં પણ દાવો ચાલી રહ્ના છે તેમજ બેંકની કાર્યવાહી બાદ કાયદેસર રીતે દુકાનનો કબ્જો મેળવેલો હતો. છતાં મિલકત હડપ કરી લેવાના ઇરાદે તાળાં તોડી લૂંટ ચલાવાઈ છે. આ મામલે આરોપી અમિત વસ્તુપાલ શાહ તેમજ તેને સાથ-સહકાર આપનારા અન્ય ઇસમો વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધી, ફોજદારી કલમો હેઠળ ધરપકડ કરી તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી  છે.