બલીઠા હાઈવે પર કન્ટેનર સાથે બાઈક અથડાતા યુવકનું મોત
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ïવાપી, તા.૦૫ ઃ વાપી બલીઠા જકાતનાકા બ્રિજ પર નેશનલ હાઈવે નંબર-૪૮ ઉપર બ્રેકડાઉન હાલતમાં ઊભેલા કન્ટેનર પાછળ હોન્ડા સાઈન મોટરસાઈકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર ઍક યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય યુવકને ગંભીર ઈજા થતા સારવાર માટે સુરત ખસેડાયો હતો.
તા. ૩ ઓક્ટોબરની રાત્રે આશરે ૧ઃ૩૦ વાગ્યે સુરતથી મુંબઈ તરફ જતા ને.હા. ૪૮ના ટ્રેક નં. ૩ ઉપર કન્ટેનર (નં. ઍમઍચ-૦૪-ઍચ વાય-૫૮૮૩) બ્રેકડાઉન થતા રોડ ઉપર ઊભું હતું. દરમિયાન હિતેષભાઈ ગેનારામ ચૌધરી (ઉં.વ.૩૭) અને સ્નેહ અજય પુરોહિત (ઉં.વ.૨૫) હોન્ડા સાઈન મોટરસાઈકલ (નં. જીજે-૧૫-સીઈ-૨૯૯૬) પર પસાર થઈ રહ્ના હતા. અંધકારમાં કન્ટેનર નજરે ન આવતા તેમની મોટરસાઈકલ પાછળથી કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બંનેને માથા સહિત શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ બાદ બંનેને ૧૦૮ મારફતે વાપી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોઍ હિતેષભાઈ ચૌધરીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સ્નેહ પુરોહિતને ગંભીર ઈજાઓ થતા વલસાડ સિવિલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
