Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

ડુંગરા વિસ્તારમાં સીસીટીવી કેમેરા ન લગાવતા ત્રણ સામે ગુનો દાખલ

ડુંગરા વિસ્તારમાં સીસીટીવી કેમેરા ન લગાવતા ત્રણ સામે ગુનો દાખલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૫ ઃ ડુંગરા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ત્રણ દુકાનદાર સામે ગુનો નોંધ્યો છે. પીઍસઆઈ આઈ.કે.મિસ્ત્રી પેટ્રોલિંગમાં હતા ત્યારે છીરી રામનગરમાં ચારભુજા રેડીમેડ નામની કપડાંની દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવેલા ન હોવાનું જણાયું હતું. દુકાન માલિક નિર્મલકુમાર જસારામ કુમાવત (ઉં.વ.૩૬) ઍ જિલ્લા મેજિસ્ટ્રેટ વલસાડના જાહેરનામા નો ભંગ કર્યો હોવાથી   ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઍજ રીતે છીરીમાં આવેલી આદર્શ કરીના સ્ટોર્સમાં પણ કેમેરા લાગેલા ન હતા જેથી માલિક સિધ્ધાર્થ સંતુ સિંહ તેમજ છીરી રામનગર વિસ્તારમાં નક્ષત્ર ટોઇસના સંચાલક રતિલાલ સુથાર સામે પણ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.