Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ગીધ સંરક્ષણ પર ડોક્યુમેન્ટરી ‘જટાયુ’નું સ્ક્રિનિંગ

ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ગીધ સંરક્ષણ પર ડોક્યુમેન્ટરી ‘જટાયુ’નું સ્ક્રિનિંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૫ ઃ આ ફિલ્મ વાપી નજીકના લવાછા ગામના આદિવાસી યુવક જીજ્ઞેશ હળપતિ અને અભિજીત નિકોસે દ્વારા બનાવવામાં આવી છે.
વન્યજીવન સાહની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ગીધ સંરક્ષણ વિષયક ડોક્યુમેન્ટરી ફિલ્મ જટાયુનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ વાપી નજીકના લવાછા ગામના આદિવાસી યુવક જીજ્ઞેશ હળપતિ અને અભિજીત નિકોસે દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મમાં ગીધોના પર્યાવરણીય મહત્ત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગીધોને પર્યાવરણના કુદરતી સફાઈ કર્મચારી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મૃત પ્રાણીઓના અવશેષોનું ભક્ષણ કરીને રોગચાળા ફેલાતા અટકાવે છે અને પરિસ્થિતિકી તંત્રનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમની સંખ્યા ઘટવાથી પર્યાવરણ પર ગંભીર અસર પડી શકે છે, તેવી જાગૃતિ આ ફિલ્મ દ્વારા ફેલાવવામાં આવી છે. કાર્યક્રમમાં કુલ ૭૫ જેટલા લોકોઍ હાજરી આપી હતી. તેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓનો સમાવેશ થતો હતો. ફિલ્મ સ્ક્રિનીંગ બાદ ગીધ સંરક્ષણની જરૂરિયાત અને તેના માટેના પગલાં અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ વન્યજીવન સાહના ભાગ રૂપે યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જનસમુદાયમાં વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે.