Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

ઊંટડીમાં યુવક પર હુમલો, બચકું ભરી મારી નાંખવાની ધમકી

ઊંટડીમાં યુવક પર હુમલો, બચકું ભરી મારી નાંખવાની ધમકી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૫ ઃ વલસાડ તાલુકા ના ઊંટડી ગામે રહેતા અને વાપીની ખાનગી કંપનીમાં નોકરી કરતા ૩૨ વર્ષીય કિન્તેશકુમાર અમૃતભાઈ પટેલ પોતાના બાળકો સાથે મોટરસાયકલ પર ડુંગરી તરફ આઈસ્ક્રીમ ખાવા જઈ રહ્ના હતા. તે દરમિયાન ધરાસણા નાયરા પેટ્રોલ પંપ નજીક તેમના ઘર સામે જ રહેતા તનવીરભાઈ પ્રકાશભાઈ પટેલ અને વિનય સુરેશભાઈ પટેલ (બંને રહે. ઊંટડી, ડીપી ફળિયાતા. જી. વલસાડ ) બાઇક  પર મળ્યા હતા. તનવીરે કિન્તેશકુમારને રોકી તું મારી બાતમી પોલીસને આપે છે તેમ કહી ગાળો આપી હતી. ત્યારબાદ ડુંગરી-ધરાસણા રોડ પર નહેર પાસે તનવીર અને વિનય બંનેઍ કિન્તેશકુમાર સાથે ઝપાઝપી કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. ઝઘડા દરમિયાન તનવીરે કિન્તેશ ના હોઠના ભાગે દાંતથી બચકું ભરી લીધું હતું અને હવે પછી બાતમી આપી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
બનાવને પગલે આસપાસના લોકો ઍકઠા થઈ જતાં બંને હુમલાખોરો પોતાની બાઈક નં જીજે ૧૫ ડી ઍમ. ૭૩૯૭ ને  ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત કિન્તેશકુમારને ૧૦૮ મારફતે ડુંગરી સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કિન્તેશ પટેલે  આરોપી  તનવીર પટેલ અને વિનય પટેલ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.