ઉદવાડા નજીક ટ્રેન અડફેટે યુવકનું મોત
- byDamanganga Times
- 06 October, 2026
વાપી, તા.૦૫ ઃ ઉદવાડા રેલવે સ્ટેશનની ઉત્તર બાજુ લૂપ લાઈન નજીક આશરે ૨૫ વર્ષીય અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, ૩ ઓક્ટોબરના સવારે ૯ઃ૫૫ વાગ્યા પહેલા ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ઍક યુવક કોઈ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. મૃતક પાતળા યુવક બાંધાનો અને રંગે ઘઉંવર્ણો હોવા સાથે આશરે ૫ ફૂટ ૪ ઈંચ ઊંચાઈનો છે. તેણે લાલ રંગનું આખી બાંયનું શર્ટ, કાળા લાઈનિંગવાળું પેન્ટ, આછા ગુલાબી રંગનું ટી-શર્ટ, કાળો બેલ્ટ તથા બે રંગના પ્લાસ્ટિકના ચંપલ પહેરેલા હતા.
