Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

સોનવાડા આશ્રમશાળામાં ૨૩૧ પુસ્તકો ભેટરૂપે અપાયા

સોનવાડા આશ્રમશાળામાં ૨૩૧ પુસ્તકો ભેટરૂપે અપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૦૫ ઃ પુસ્તક પરબ, વલસાડનો ઉદ્દેશ માત્ર વલસાડ શહેરમાં પુસ્તકપ્રેમીઓને પુસ્તકો ઉપલબ્ધ કરાવવા સાથે જે વિદ્યાર્થીઓ અને વાચકો પુસ્તક પરબ સુધી પહોંચી શકતા નથી, ત્યાં પુસ્તકો પહોંચાડવા અને વાંચનની વાત પહોંચાડવાનો પણ છે. આ વિચારને આગળ વધારતાં આજે હળપતી સેવા સંઘ, બારડોલી દ્વારા સંચાલિત આશ્રમશાળા, સોનવાડા, (તા. જિ. વલસાડ) માં વિદ્યાર્થીઓ માટે ૨૩૧ જેટલાં પુસ્તકો ભેટરૂપે આપવામાં આવ્યા. પુસ્તક પરબ, વલસાડના સીમાસ્તંભ સમાન શ્રી હાર્દિક જી. પટેલના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મદિવસની નિમિત્તે વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડીને અને તેમની સાથે વાંચનની વાતો કરીને ઉજવવાનો આ ઍક અર્થસભર પ્રયાસ રહ્ના હતો.
આશ્રમશાળાના આચાર્ય રાજેશકુમાર ડી. દેસાઈઍ સૌનું સ્વાગત કર્યું હતું. પુસ્તક પરબ, વલસાડ તરફથી મળેલાં પુસ્તકો જોઈને તેમણે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ખરેખર આ પુસ્તકોની જરૂર હતી. વિદ્યાર્થીઓના સ્તર અને જરૂરિયાતને અનુરૂપ પુસ્તકો મળ્યાં છે, તેનો અમને ખૂબ આનંદ છે. તેમણે પુસ્તક પરબ, વલસાડની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં શિક્ષકો ધવલભાઈ ભાલિયા, ઇવરાજ પરમાર, હેતલબેન ચૌધરી તથા  આશ્રમશાળા પરિવાર ઉપસ્થિત રહ્ના હતો. વિદ્યાર્થીઓઍ પુસ્તકોને ખૂબ જ ઉત્સુકતાથી નિહાળ્યાં અને પોતાની પસંદગીનાં પુસ્તકો વિશે ઍકબીજાં સાથે વાતો કરતાં નજરે પડ્યાં.
વિદ્યાર્થીઓ સમક્ષ પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલે પુસ્તક પરબ, વલસાડની પ્રવૃત્તિ વિશે વાત  કરી હતી. ડૉ. રામચંદ્ર જોશીઍ ‘મોહનથી મહાત્મા સુધી’ મહાત્મા ગાંધીની જીવનયાત્રા વિદ્યાર્થીઓ સમક્ષ સરળ ભાષામાં અને ઉદાહરણ સાથે રજૂ કરી હતી. આ પ્રસંગે  હાર્દિક જી. પટેલે વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પોતાના ઍડવોકેટ અને નોટરી તરીકેના અનુભવના આધારે દસ્તાવેજોમાં નામ, સરનામું તથા અન્ય વિગતો યોગ્ય રીતે જાળવવાની અગત્યની વાત કરી હતી. આ કાર્યક્રમ ૨૩૧ પુસ્તકો થકી ૨૩૧ નવા વિચારોનાં દ્વાર ખોલવાનો ઍક નાનકડો પ્રયાસ હતો.