Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

વાપીની જ્ઞાનધામ સ્કુલમાં ‘યુનિવર્સિટી ફેર-૨૦૨૬’ કાર્યક્રમ યોજાયો

વાપીની જ્ઞાનધામ સ્કુલમાં ‘યુનિવર્સિટી ફેર-૨૦૨૬’ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ શ્રીમતી સાન્દ્રાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કૂલ દ્વારા શનિવારે, તા. ૩ ઓક્ટોબરના રોજ સ્કૂલના ઓડિટોરિયમમાં યુનિવર્સિટી ફેર-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧ઃ૩૦થી બપોરે ૧ઃ૩૦ વાગ્યા સુધી યોજાયેલા આ ફેરમાં ધોરણ ૧૦થી ૧૨ના વિદ્યાર્થીઓ તથા વાલીઓને ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીના વિવિધ વિકલ્પો અંગે માર્ગદર્શન મળ્યું હતું.
આ યુનિવર્સિટી ફેરમાં દેશની ૨૫ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓઍ ભાગ લીધો હતો. જેમાં સાન્દ્રા શ્રોફ ર્નસિંગ કોલેજ, ઍલાયન્સ યુનિવર્સિટી, કર્ણાવતી યુનિવર્સિટી, જીઍલઍસ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, ઇનસાઇટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ, પંડિત દીનદયાળ ઍનર્જી યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, જેજી યુનિવર્સિટી, ઈકોલ ઇન્ટ્યુટ લેબ, ઍનઍમઆઈઍમઍસ યુનિવર્સિટી, ઍમિટી યુનિવર્સિટી, પ્લક્ષ યુનિવર્સિટી, શાંતિ બિઝનેસ સ્કૂલ, નીઓટેક કેમ્પસ, સિગ્મા યુનિવર્સિટી વડોદરા, સીવીઍમ યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી અમદાવાદ, પારુલ યુનિવર્સિટી, પી.પી. સવાણી યુનિવર્સિટી, પ્લાસ્ટ ઈન્ડિયા, રોફેલ ગ્રિમ્સ, રસેલ સ્ક્વેર ઈન્ટરનેશનલ, યુપીઍલ યુનિવર્સિટી અને મહિન્દ્રા યુનિવર્સિટીનો સમાવેશ થયો હતો.
યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓઍ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વ્યક્તિગત ચર્ચા કરી પ્રવેશ પ્રક્રિયા, સ્કોલરશિપ, વિવિધ અભ્યાસક્રમો, કોર્સની રચના તથા કેમ્પસની સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વિવિધ શૈક્ષણિક પ્રવાહો અને ભવિષ્યમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ફેરમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્નાં હતા. વાલીઓઍ વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે ઍક જ સ્થળે વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સીધો સંવાદ કરવાની તક પૂરી પાડવા બદલ શાળાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.