Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

ચણોદ પીઍમશ્રી શાળામાં તબીબી કેમ્પ યોજાયો

ચણોદ પીઍમશ્રી શાળામાં તબીબી કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ વાપીના ચણોદ ખાતે આવેલી ભ્પ્ શ્રી પ્રાથમિક શાળામાં ‘ટીમ મેડીમિત્ર’ દ્વારા વિશાળ નિઃશુલ્ક તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ ક્ષેત્રના આશરે ૨૦ તબીબોઍ સેવા આપી હતી અને બપોર સુધીમાં ૫૦૦થી વધુ ગ્રામજનોઍ નિઃશુલ્ક તબીબી સેવાઓનો લાભ લીધો હતો.
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્ના હતા અને દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશભાઈ તથા ભાજપ શહેર પ્રમુખ મનીષભાઈ પણ ઉપસ્થિત રહ્ના હતા. કનુભાઈ દેસાઈઍ ‘ટીમ મેડીમિત્ર’ની સેવાભાવી કામગીરીને બિરદાવી હતી અને શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.
કેમ્પના મુખ્ય સ્પોન્સર આરતી જિતેન્દ્ર પુગલિયા રહ્ના હતા. દવાઓ માટે ગણપતરાજજી, સંજયજી, હિદાંશજી ભંડારી સહિતના સહયોગીઓઍ સહકાર આપ્યો હતો. કેમ્પને લઈને ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.