વાપીમાં વૃક્ષારોપણ કરાયું
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ સેલ્યુટ તિરંગાના નવમા સ્થાપના દિવસ, ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે વાપીના રાતા ખાતે આવેલ કે.પી. વિદ્યામંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઍક પેડ માં કે નામ સંકલ્પને સાકાર કરવા માટે આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોઍ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ, ઉપાધ્યક્ષ અંબાલાલ પટેલ, વાપી મહાનગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન જયેશ કંસારા, કાઉન્સિલર ભૌલેશ કોટડિયા, સેલ્યુટ તિરંગાના પ્રદેશ મહિલા અધ્યક્ષ ગીતાબેન રાઠોડ તેમજ દમણ અને દીવ પ્રમુખ સુભાષભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.
