વાપી રામા રેસીડેન્સીમાં જિતિયા માતાની પૂજા કરાઈ
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃવાપી શહેરના નામધા રોડ પર આવેલી રામા રેસીડેન્સી સોસાયટીમાં ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા જિતિયા માતાની પરંપરાગત પૂજા-અર્ચના કરવામાં આવી હતી.સંતાનોના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે રાખવામાં આવતા આ વ્રત નિમિત્તે મહિલાઓઍ નિર્જળા ઉપવાસ રાખી વિધિવત કથા સાંભળી હતી. સોસાયટીના મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
પૂજા બાદ મહિલાઓઍ ઍકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય પરિવારોની મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્ના હતા, જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
