ધરમપુરમાં સ્વચ્છતા અભિયાન સાથે સફાઈ કામદારોનું સન્માન કરાયું
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૫ ઃ ધરમપુર નગરપાલિકા દ્વારા ગાંધીબાગ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૭મી જન્મજયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અમિત ચોરેરા, મહામંત્રી અક્ષય ચૌધરી અને જીગ્નેશ કાપડિયા, નગરપાલિકા પ્રમુખ મયંક મોદી, ઉપપ્રમુખ ઉર્મિલાબેન ભોયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેશ પટેલ, કારોબારી અધ્યક્ષ મહેશ ગાયકવાડ, બાંધકામ સમિતિના ચેરમેન સમીપ રાંચ સહિત પાલિકાના ચૂંટાયેલા સભ્યો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે લોક મંગલમ ટ્રસ્ટના સેવાભાવી નીલમભાઈ પટેલ તથા ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસર વિજયભાઈ ઇટાલિયા વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે નગરપાલિકા વિસ્તારમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાના આરોગ્ય વિભાગના સફાઈ કામદારોઍ નિષ્ઠાપૂર્વક કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ગાંધીજીના વિચારો અને સ્વચ્છતાના મહત્વ અંગે સંબોધન કર્યું હતું. જ્યારે નીલમભાઈ પટેલે દરેક વિસ્તારમાં સ્વચ્છતા જળવાય તે માટે જવાબદારીપૂર્વક તકેદારી રાખવા અપીલ કરી હતી.
