Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

સોળસુંબા સેન્ટ્રલ શાળામાં ૭૬મો સ્થાપના દિવસ ઉજવાયો

સોળસુંબા સેન્ટ્રલ શાળામાં ૭૬મો સ્થાપના દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૫ ઃ સોલસુંબા સેન્ટ્રલ શાળા પી.ઍમ. શ્રી ગુજરાત ખાતે ૭૬મા સ્થાપના દિવસની ઉજવણી સાથે ભગવાન શ્રી બિરસા મુંડા પરિવહન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે બસ સેવાનો -ારંભ કરવામાં આવ્યો હતો. ગંગાનગર અને કાકડિયા મોરા વિસ્તારના બાળકોને શાળાઍ આવવા-જવા માટે પરિવહનની સુવિધા મળી રહે તે હેતુથી આ બસ સેવા શરૂ કરાઈ છે.
કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત મહેમાનોના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષિકા દિપીકાબેન દ્વારા શાળાની આરતી કરાવવામાં આવી હતી. શાળાની બાળાઓઍ સુંદર સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું પુષ્પોથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સ્થાપના દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ‘શાળા જન્મદિવસ ગાન’ પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, ઉપસરપંચ, લ્પ્ઘ્ના સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. ગામના ઉપસરપંચ અમિતભાઈ પટેલે બાળકો તથા શાળા પરિવારને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને શાળાના વિકાસ માટે જરૂરી કાર્યો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. લ્વ્ ડેપો મેનેજર ધનસુખભાઈઍ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા તેમજ ભગવાન શ્રી બિરસા મુંડા પરિવહન યોજના અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ ગંગાનગર અને કાકડિયા મોરાના વિદ્યાર્થીઓને બસમાં બેસાડવામાં આવ્યા હતા. શાળાના કેટલાક શિક્ષકોઍ પણ વિદ્યાર્થીઓ સાથે બસમાં બેસીને તેમની સાથે આ આનંદની ક્ષણ માણી હતી. ઉપસ્થિત મહેમાનોઍ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૭૬મા સ્થાપના દિવસની ઉજવણી સાથે વિદ્યાર્થીઓ માટે પરિવહન સેવાનો -ારંભ શાળા પરિવાર માટે આનંદ અને ગૌરવની ક્ષણ બની રહ્ના હતો.