વલસાડ રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રાધ પક્ષમાં વિવિધ કાર્યક્રમો સંપન્ન
- byDamanganga Times
- 06 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ વલસાડ શ્રી રંગ અવધૂત પરિવાર છેલ્લા ૪૯ વર્ષ થી અનેક ભક્તિ રૂપી મિશનના કાર્ય કરે છે. બાપજીની કૃપાથી આ વર્ષે શ્રાધ પક્ષમાં વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતાં. જેમાં શ્રવણ ભક્તિ, કીર્તન ભકિત, સ્મરણ ભકિતનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. જેમાં વલસાડના રંગ ભક્તો ઍ યુવા કથા કાર જયદેવભાઈ પાઠક, પોરના સંજયભાઈ ઉપાધ્યાયના કંઠે ભક્તિનું રસપાન કરાવ્યું હતું. જેમાં ગુરુ મહારાજની અપ્રગટ લીલાઓ અને વિવિધ પ્રસંગો પર પ્રવચન અને કથાનું સુંદર આયોજન જોવા મળ્યું હતું. નારેશ્વરના પ્રધાન પૂજારી અને ભજનીક સુરેશભાઈ દેસાઇઍ અવધૂતિ આનંદ ના ભજન ની રમઝટ બોલાવી ભક્તોને ભક્તિ માં તલ્લીન કરી દીધા હતાં. છેલ્લા દિવસે દિગમ્બરા દિગમ્બરાની ૧૨ કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડના રંગ ભક્તોઍ શ્રવણ, કીર્તન, અને સમરણ ભક્તિના ત્રીવેણી ભક્તિમય સંગમમાં ડુબકી લગાવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે નારેશ્વરના ટ્રસ્ટી વાસંતીબેન દેસાઈ, યોગેશભાઈ વ્યાસ, અમદાવાદ ભરૂચ, ગાંધીનગર, વડોદરા પરિવારના ટ્રસ્ટી ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને અનુરૂપ પોતાનું ઉદબોધન કરી કાર્યક્રમ ની સરાહના કરી હતી.
આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા વલસાડ રંગ અવધૂત પરિવાર ના તમામ સભ્યો અને ભક્તોઍ ભારે જહેમત ઉઠાવી હતી.
