Damanganga Times.

Damanganga Times.

October 06, 2026

મોગરાવાડીમાં સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોગરાવાડીમાં સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં હાલ સ્વચ્છતા અભિયાન જોરસોરથી ચલાવવામાં આવી રહ્નાં છે, ત્યારે વલસાડ શહેરમાં પણ સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવી છે. વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સાફ-સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલી મોગરાવાડી ઝોન ઓફિસ કચેરી, બે આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળા પરિસરમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકા ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા, સ્થાનિક કાઉન્સિલર જીગ્નેશ પટેલ, નયનાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને નગરપાલિકાનો સ્ટાફ ઉત્સાહભેર જોડાયો હતો.
અદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓઍ જાતે શ્રમદાન કરી શાળા તેમજ આંગણવાડી પરિસર અને આસપાસના જાહેર માર્ગો પરથી કચરો ઍકત્ર કરી યોગ્ય નિકાલ કર્યો હતો.  તો બીજી તરફ પર્યાવરણની જાળવણી અને હરિયાળીના સંકલ્પ સાથે વલસાડના મોગરાવાડી કોટેશ્વર નગર સ્થિત આંગણવાડીના પટાગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા, કાઉન્સિલર જીગ્નેશભાઈ પટેલ, કાઉન્સિલર નયનાબેન પટેલ અને કાઉન્સિલર પ્રીતિબેન પાંડે ખાસ ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા વિવિધ છોડ અને વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. નગર પાલિકાના પદાધિકારીઓઍ વૃક્ષોના જતન અને પર્યાવરણ સંતુલન જાળવવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે આંગણવાડીના સ્ટાફની બહેનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.